કર્ણાટકના નેતા શિવકુમારની પુત્રીને પણ મની લોન્ડરીંગ કેસમાં સમન્સ

11 September 2019 02:14 PM
India
  • કર્ણાટકના નેતા શિવકુમારની પુત્રીને પણ મની લોન્ડરીંગ કેસમાં સમન્સ

પિતાએ ઐશ્ર્વર્યાના નામે રોકાણ કર્યાની આશંકા

બેંગાલુરુ તા.11
કર્ણાટક કોંગ્રેસના નેતા ડી.કે.શિવકુમાર હાલ ઈડીની કસ્ટડીમાં છે. હવે તેમની પુત્રી ડી.એસ.ઐશ્ર્વર્યાને પણ એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી) એ પુછપરછ માટે ગુરુવારે દિલ્હીના વડામથકે હાજર થવા તેડું મોકલ્યું છે.
13 સપ્ટેમ્બર સુધી ઈડીની કસ્ટડીમાં રહેનારા શિવકુમાર સામે મની લોન્ડરીંગના આરોપો છે અને તપાસના ભાગ તરીકે ઐશ્ર્વર્યાની પણ પુછપરછ થશે.
કોંગ્રેસ નેતાએ પુત્રીના નામે કેટલાય કરોડોનું રોકાણ કર્યાના આક્ષેપોના પગલે 22 વર્ષની ઐશ્ર્વર્યાને સમન્સ પાઠવવામાં આવ્યા છે.
2008માં ચૂંટણી એફીડેવીટમાં શિવકુમારે રૂા.61 કરોડની એસેટ જાહેર કરી હતી. એ સાથે તેમણે રૂા.108 કરોડની પ્રોપર્ટી પુત્રીના નામે હોવાનું જણાવ્યું હતું.
2016ની વિધાનસભાની ચૂંટણીમાં શિવકુમારે પુત્રીની મિલ્કત માત્ર રૂા.1.1 કરોડ બતાવી હતી. એ પછી તેમણે ખુલાસો કયોર્અ હતો કે તેમની પુત્રી તેની આવક પર આધારીત નથી,
અને તે પોતાની એસેટ લોકપ્રતિનિધિત્વ કાયદા હેઠળ જાહેર કરી રહ્યા છે.
મેનેજમેન્ટ ગ્રેજયુએટ ઐશ્ર્વર્યા પિતા દ્વારા સ્થાપિત ગ્લોબલ એકેડેમી ઓફ ટેકનોલોજીની ટ્રસ્ટી છે.
ઈડીની તપાસમાં ખુલ્યું હતું કે તેને કેફે કોફી ડે તરફથી રૂા.20 કરોડની લોન મળી હતી. તેને આ બાબતે પણ પુછવામાં આવશે.


Loading...
Advertisement