મુંબઈમાં 3 માળની ઈમારત ધરાશાયી થતા અનેક લોકો કાટમાળમાં દબાયા

11 September 2019 02:09 PM
India
  • મુંબઈમાં 3 માળની ઈમારત ધરાશાયી
થતા અનેક લોકો કાટમાળમાં દબાયા

17 થી વધુ લોકોને બચાવાયા: સાવચેતીનાં ભાગરૂપે બાજુની ઈમારત ખાલી કરાવાઈ

મુંબઈ તા.11
દક્ષિણ મુંબઈનાં ફોર્ટ વિસ્તારમાં મંગળવારે રાત્રે ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. કાટમાળમાં અનેક લોકો દબાયા હતા.રાહત અને બચાવ કર્મીઓએ અત્યાર સુધીમાં 17 લોકોને બહાર કાઢયા છે.હજુ પણ કેટલાંક લોકો કાટમાળમાં દબાયેલા હોઈ શકે છે.મંગલદાસ રોડની લોહાર ચાલમાં યુસુફ નામની ઈમારત લગભગ રાત્રે 9-15 વાગ્યે અચાનક ધરાશાયી થઈ હતી. પ્રારંભિક જાણકારી મુજબ આ ઈમારતનું નિર્માણ 1959 પહેલા થયું હતું અને રાજય આવાસ એજન્સી મ્હાડાના અધિકાર ક્ષેત્રમાં છે.
બૃહદ મુંબઈ મહાનગર પાલીકા (બીએમસી) ના આપદા પ્રકાંષ્ઠના અધિકારીએ બતાવ્યું હતું કે અગ્નિશમન દળના જવાનો અને બીએમસીનાં કર્મચારીઓ ઘટનાસ્થળે હાજર છે અને બચાવ અને રાહત કાર્ય ચાલુ છે. મુંબઈનાં અગ્નિશમન દળના પ્રમુખ પી.એસ.રહાંગડાલેએ જણાવ્યું હતું કે સાવચેતીનાં પગલાંરૂપે નજીકની દ્વારકાદાસ ઈમારત અને યુસુફ ઈમારતનાં બચેલા ભાગને ખાલી કરવામાં આવ્યો છે.


Loading...
Advertisement