અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ : ખાંભાના નિંગાળા ગામે બે કલાકમાં 7 ઇંચ

11 September 2019 02:01 PM
Amreli Saurashtra
  • અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ : ખાંભાના નિંગાળા ગામે બે કલાકમાં 7 ઇંચ
  • અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ : ખાંભાના નિંગાળા ગામે બે કલાકમાં 7 ઇંચ
  • અમરેલી જિલ્લામાં અનરાધાર વરસાદ : ખાંભાના નિંગાળા ગામે બે કલાકમાં 7 ઇંચ

રાયડી, ધાતરવાડી 1-2 જળાશયો ઓવરફલો : હેઠવાસનાં ગામોને ચેતવણી

અમરેલી તા.11
ખાંભા તાલુકાના નિંગાળા ગામે ગઇકાલે બે કલાકમાં 7 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદથી ગામની નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. ગામની બજારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા. સીમમાં ચારવા ગયેેલી ભેંસો અને ગાયને ગામમાં લાવવા માટે ગ્રામજનોએ પાણીની વચ્ચે આડશ કરી હતી.
રાયડી ડેમ ઉપર 2 કલાકમાં 6 ઇંચ વરસાદ
ખાંભા તાલુકાના રાયડી ડેમ ઉપર 2 કલાકમાં 6 ઇંચ જેટલો વરસાદ પડયો હતો. જેથી રાયડી ડેમ ઓવરફલો થવામાં હવે 1 જ ફૂટ બાકી છે. ભારે વરસાદના પગલે રાયડી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. જેથી નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ખાંભાના બારમણ, ચોત્રા, કનાથરીયા, મીઠાપુર, નાગેશ્રી ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ સાથે પ ડેડાણ ગામમાં પણ 1 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડયો છે. ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.
અમરેલી જિલ્લામાં અમરેલી, સાવરકુંડલા, ખાંભા, રાજુલા, જાફરાબાદ, ખાંભા, બગસરા સહિતનાં વિસ્તારોમાં અનરાધાર વરસાદથી નદીઓ ગાંડીતુર બની હતી. તો રાયડી, ધાતરવડી-1, ધાતરવડી-ર જળાશયો ઓવરફલો થતાં નીચાણવાળા વિસ્તારોને સાવચેત કરવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લાની સુકી ધરા પર મેઘરાજા ઓળઘોળ થયા છે અને એકથી દોઢ મહિનાથી સતત મેઘાંડબર વચ્ચે ભારે વરસાદ પડી રહૃાો હોય નદીઓ ગાંડીતુર બની છે. તો લગભગ તમામ ચેકડેમો છલોછલ થઈ ગયા છે.
રાજુલા નજીક આવેલ ધારતરવડી-1 અનેધાતરવડી-ર ઓવરફલો જવામાં હોય મામલતદારે ધારેશ્વર, ભેરાઈ, રામપરા, ખાખબાઈ, હિંડોરણા, કોવાયા સહિતનાં ગામજનોને નદીનાં પટ્ટમાં અવર-જવર ન કરવા અનુરોધ કરેલ છે.
ખાંભાનાં રાયડી જળાશય ઓવરફલો થતાં 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. મોટા બારમણ, નાના બારમણ, ડેડાણ, ત્રાકુડા, ચૌત્રા, ભુંડણી સહિતનાં અનેક ગામોમાં ભારે વરસાદ પડે છે.
અમરેલી શહેરમાં પણ દોઢથી બે ઈંચ વરસાદ પડેલ છે. સાવરકુંડલા, બગસરામાં પણ વ્યાપક વરસાદ પડેલ છે તો ગીરકાંઠાનાં ધારી પંથકમાં પણ વરસાદની અછત દુર થઈ છે.
લાઠી તાલુકાના મુળીયાપાટ સહિત દામનગરમાં કાચા મકાનોની દીવાલો ધરાશય ગઈકાલે નવી મુળીયાપાટમાં સાંજના જોરદાર ર ઈંચ વરસાદ પડતા રાત્રીના 10 કલાકે જીણાભાઈ શંભુભાઈ બુધેલીયા (ઉ.વ.6પ)ના રહેણાંક કાચા મકાનની દીવાલ સાથે ખડકી પણ ધરાશયી થઈ અને આજે 1ર વાગ્યે ઢોરના ફરજાની દીવાલ ધરાશયી થઈ. માલીક અને ઢોરનો આબાદ બચાવ થયો. મુળીયાપાટના જીણાભાઈ બુધેલીયાના મકાન અને દીવાલ અને બાદમાં ઢોરનો ફરજો ધરાશય અને દામનગર શહેરના સીતારામનગરમાં ચુડાસમા મુસાભાઈના મકાનની દીવાલ રાત્રીએ બાળકો સહિત પરિવાર સૂતા હતા ત્યારે દીવાલ ધરાશયી થઈ. સદનસીબે કોઈને ઈજા થયેલ નથી. પંદરદિવસથી સતત એક રાઉન્ડ વરસાદ વરસવાથી કાચા મકાનોની દીવાલો ધરાશયી થવાના અનેક બનાવો બનવા પામેલ છે. ઘણી જગ્યાએ કાચા મકાનોની દીવાલો નમી જવા અને તિરાડો પડી જવાના કિસ્સાઓ બન્યા છે.


Loading...
Advertisement