દશેરાના શુભ દીને પ્રથમ રાફેલ વિમાન ભારતીય હવાઈદળને સુપ્રત થશે

11 September 2019 01:32 PM
India
  • દશેરાના શુભ દીને પ્રથમ રાફેલ વિમાન ભારતીય હવાઈદળને સુપ્રત થશે

વિમાનને આવકારવા સંરક્ષણમંત્રી રાજનાથસિંઘ ખાસ ફ્રાન્સ જશે

નવી દિલ્હી: ભારતીય હવાઈદળને અતિ આધુનિક યુદ્ધ વિમાનો અને હેલીકોપ્ટરથી સુસજજ કરવા મોદી સરકાર પાંચ વર્ષ પુર્વે શરુ કરેલી કાર્યવાહી હવે રંગ લાવી રહી છે અને હાલમાં અતિઆધુનિક અપાચે હેલીકોપ્ટર ભારતીય હવાઈદળમાં સામેલ થયા બાદ હવે આગામી તા.8ના ‘દશેરા’ના દિને હવાઈદળ માટે ફ્રેન્ચ બનાવાનું પ્રથમ રાફેલ વિમાન ભારતને સુપ્રત થશે અને સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંઘ આ માટે ખાસ ફ્રાન્સ જશે. જો કે પ્રથમ વિમાન ને હવાઈદળમાં સામેલ કરાયા બાદ ભારતે જે કુલ 36 રાફેલ વિમાનની ખરીદી કરી છે તે આગામી મે માસમાં ભારતને સુપ્રત કરાશે ત્યાં સુધી વિમાની ટેસ્ટીંગ તથા પાઈલોટને ટ્રેનીંગ સહીતની કાર્યવાહી કરાશે.
અગાઉ તા.19ના રોજ રાફેલ વિમાન ભારતને સુપ્રત થવાનું હતું પણ હવે દશેરાનું શુભ મુર્હુત કાઢવામાં આવ્યું છે.
હાલ ભારતીય હવાઈદળના પાઈલોટની ટીમ ફ્રાન્સમાં આ વિમાનના ઉડ્ડયન સહીતની તાલીમ લઈ રહી છે.
આ વિમાનને ખાસ ‘સ્કેલ્પ’ ટેકનોલોજીથી સજજ કરશે. જે 300 કીમી રેન્જમાં ભૂમિ પર મિસાઈલ દાગી શકે છે.


Loading...
Advertisement