ભારતના દબાણથી નહીં, આતંકવાદના ડરથી પાક.માં નથી રમતા: શ્રીલંકા

11 September 2019 01:11 PM
India
  • ભારતના દબાણથી નહીં, આતંકવાદના ડરથી પાક.માં નથી રમતા: શ્રીલંકા

પાક.ના આરોપોને ખેલમંત્રીએ ફગાવ્યા

કોલંબો તા.11
શ્રીલંકન ક્રિકેટ ટીમના સીનીયર ખેલાડીઓએ પાકિસ્તાન જવાના કરેલા ઈન્કાર બાદ પડોશી દેશ પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે ભારતે આઈપીએલ કોન્ટ્રાકટ કેન્સલ કરવાની ધમકી આપેલી અને આ કારણે આ ખેલાડીઓએ પાકિસ્તાન જવાનો ઈન્કાર કર્યો હતો ત્યારે શ્રીલંકા સરકારે પાકિસ્તાનને જવાબ આપતા કહ્યું હતું કે ખેલાડીઓ પર ભારતનું દબાણ નથી, બલકે તેમને આતંકવાદનો ડર છે. શ્રીલંકાના ખેલમંત્રી હરિન ફર્નાન્ડોએ જણાવ્યું હતું કે એ વાત પુરેપુરી ખોટી છે કે ભારતે શ્રીલંકાના ખેલાડીઓ પર પાકિસ્તાનમાં ન રમવાનું દબાણ કર્યું હતું. કેટલાક ખેલાડીઓએ ન રમવાનો નિર્ણય કર્યો હતો.. જે પુરી રીતે 2009માં શ્રીલંકાની ટીમ પર પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો થયો હતો જેને લઈને છે.


Loading...
Advertisement