બે બહેનો પછી ત્રીજી પુત્રી જન્મે તો શિશુ અવસ્થામાં મૃત્યુનું જોખમ વધારે

11 September 2019 01:03 PM
Health Off-beat
  • બે બહેનો પછી ત્રીજી પુત્રી જન્મે તો શિશુ અવસ્થામાં મૃત્યુનું જોખમ વધારે

બે બાળક પછી ત્રીજા બાળકની જાતિ બાળમૃત્યુ પ્રમાણને અસર કરે છે

નવી દિલ્હી તા.10
ત્રીજા બાળક પર કેન્દ્રીત તાજેતરના એક અભ્યાસમાં જાહેર થયું છે. બે મોટી બહેનો પછી છોકરો જનમ્યો હોય તો છોકરી કરતાં શિશુકાળમાં મૃત્યુ પામવાની શકયતા ઓછી છે. ત્રીજા બાળકના જન્મના કિસ્સામાં આમ છોકરીઓ માટે શિશુઅવસ્થામાં મૃત્યુનું જોખમ 64% વધુ છે.
અભ્યાસમાં જણાવાયું છે કે જન્મ સમયે સેકસરેશિયો પર ધ્યાન આપવું એ કોઈ ઉતર નથી. ત્રીજું બાળક, ખાસ કરીને દીકરીઓનું જીવન બચાવવા માટે ટેકાની જરૂર રહે છે.
તાજેતરના ‘ઈકિલનિકલમેડીસીન’ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા સંશોધનપત્રમાં બાળ મૃત્યુદર અને ભાઈબહેન વચ્ચે જન્મના ક્રમ વચ્ચેની કડીનો અને પુત્રની પસંદગીની બાળકી જીવી જવામાં ભૂમિકાનો અભ્યાસ કરાયો હતો. બે દીકરીઓપછી ત્રીજી પુત્રી જન્મે તો પુત્ર પસંદગીની સાપેક્ષમાં તેના જીવંત રહેવાની શકયતા ચકાસવામાં આંકડા બતાવે છે કે ભારતમાં મોટેરા ભાઈબહેનોનું લૈંગીક માળખું બાળમૃત્યુના જોખમ લિંગના ધોરણે જુદી જુદી અસર કરે છે. બે બહેનો પછી પુત્રનો જન્મ અને ભાઈઓ ન હોય તો મોટાભાઈ પછી જન્મેલા બન્ને પુત્રો અને જન્મેલ ત્રીજી પુત્રીની તુલનામાં શિશુ અવસ્થામાં મૃત્યુનું જોખમ ઓછું હોય છે. આંકડા બતાવે છેકે બે મોટાભાઈઓ પછી જન્મેલા બાળકની જાતિ (લિંગ) અથવા એક મોટો ભાઈ અને એક મોટી બહેન હોય તો પણ ત્રીજા જન્મેલા પુત્ર સામે શિશુ અવસ્થામાં મૃત્યુનું જોખમ વધુ રહે છે. બે મોટીબહેનો જીવતી હોય અને કોઈ જીવંત મોટા ભાઈ ન હોય તો એ પછીના પુત્ર માટે રક્ષણાત્મક રહે છે પુત્રીઓના કિસ્સામાં બીજું અથવા એથી ઉંચો જન્મક્રમ અને બાળમૃત્યુના પ્રમાણ વચ્ચે મહત્વનો સંબંધ નથી.


Loading...
Advertisement