એપલનો આઈફોન-11 સીરીઝ લોંચ: ભારતમા કિંમત કેટલી?

11 September 2019 12:46 PM
Business India
  • એપલનો આઈફોન-11 સીરીઝ લોંચ: ભારતમા કિંમત કેટલી?

નવી દિલ્હી તા.11
એપલે કેલફોર્નિયાનાં કયુપર્ટિનોમાં મંગળવારે આઈફોન સીરીઝ લોંચ કરી દીધી છે. એપલ આ સીરીઝ અંતર્ગત આઈફોન-11 આઈ ફોન 11 પ્રો અને આઈફોન-11 પ્રો મેકસ જાહેર કર્યા છે.અમેરિકામાં આઈફોન-11 ની પ્રારંભીક કિંમત 699 ડોલર છે જયારે આઈફોન અને આઈફોન પ્રો મેકસની પ્રારંભિક કિંમત 999 ડોલર અને 1099 ડોલર છે. નવો આઈફોન એ-13 બાયોનિક ચિપસેટથી પાવર્ડ હશે.
નવા આઈફોનની ભારતમાં કિંમત
આઈફોન-11 માં ભારતમાં પ્રારંભિક કિંમત 64900 રૂપિયા હશે. આ કિંમત 64 જીબી સ્ટોરેજવાળા વેરિયેટની હશે. આઈફોન-11 નું 128 જીબી અને 256 જીબી સ્ટોરેજવાળુ વેરીયેટ મળશે.જયારે આઈફોન પ્રો.ની પ્રારંભિક કિંમત રૂા.99.900 હશે.જયારે આઈફોન-11 માં પ્રો.મેકસની કિંમત 1,09,900 રૂપિયા હશે.આઈફોન પ્રો.અને આઈફોન-11 પ્રો.મેકસની આ કિંમત 64 જીબી સ્ટોરેજવાળા વેરીયંટની છે. આઈફોન 11 પ્રો અને આઈફોન-11 પ્રો. મેકસ સ્માર્ટ ફોન 256 જીબી અને 512 જીબીનાં સ્ટોરેજ ઓપ્શનમાં પણ આવશે. દરેક નવા આઈફોન 27 સપ્ટેમ્બરથી ભારતમાં ઉપલબ્ધ રહેશે.
આઈફોન-11 માં સ્પેસી ફિશન્સ
આઈફોન-11 બ્લેક, વ્હાઈટ, લવન્ડર, રેડ, ગ્રીન, અને યલો કલર ઓપ્શનમાં મળશે. તેમાં 6.1 ઈંચનો એલસીડી આઈપીએસ એચડી ડિસ્પ્લે અપાયો છે. આ ફોનમાં ફ્રન્ટમાં 12 મેગા પિકસેલ કેમેરો છે. એપલનો દાવો છે કે આઈફોન એકસ આરનાં મુકાબલે બેટરી 1 કલાક વધુ ચાલશે.
આઈફોન-11 પ્રો અને આઈફોન
પ્રો.મેકસના સ્પેસીફિકેશન
બન્ને ફોન સર્જીકલ ગ્રેડ સ્ટેનલેસ સ્ટોલમાંથી બનેલા છે બન્નેમાં એકડીઆર ડિસ્પ્લે છે.આઈફોન-11 માં 5.8 ઈંચ અને આઈફોન-11 પ્રો.મેકસમાં 6.1 ઈંચનો ઓએલઈડી ડિસ્પ્લે છે. બન્ને ફોનમાં 12-12 મેગા પિકસલનાં કેમેરા છે. બન્ને ફોનમાં 12 મેગા પિકસેલનો વાઈડ કેમેરા 12 મેગા પિકસેલનો વાઈડ કેમેરા 12 મેગા પિકસેલનો ટેલફોટો લેન્સ અને 12 મેગા પિકસેલનાં અલ્ટ્રાવાઈડ ફોટોગ્રાફી લેન્સ હશે. આ સિવાય અન્ય વિશેષ સુવિધાઓ છે.


Loading...
Advertisement