ભાગવત કથામાં વસંત ઋતુની કથા નથી, કારણ શ્રીકૃષ્ણ સ્વયં વસંત છે

11 September 2019 12:35 PM
Gondal Dharmik Gujarat Saurashtra
  • ભાગવત કથામાં વસંત ઋતુની કથા નથી, કારણ શ્રીકૃષ્ણ સ્વયં વસંત છે
  • ભાગવત કથામાં વસંત ઋતુની કથા નથી, કારણ શ્રીકૃષ્ણ સ્વયં વસંત છે
  • ભાગવત કથામાં વસંત ઋતુની કથા નથી, કારણ શ્રીકૃષ્ણ સ્વયં વસંત છે
  • ભાગવત કથામાં વસંત ઋતુની કથા નથી, કારણ શ્રીકૃષ્ણ સ્વયં વસંત છે
  • ભાગવત કથામાં વસંત ઋતુની કથા નથી, કારણ શ્રીકૃષ્ણ સ્વયં વસંત છે

ગોંડલમાં પૂ.રમેશભાઇ ઓઝાના વ્યાસાસને ચાલતી ભાગવત કથાનું સમાપન : ભાગવત કથામાં ભુવનેશ્ર્વરીપીઠના આચાર્ય શ્રી ઘનશ્યામજી મહારાજ, ધારાશાસ્ત્રી અભય ભારદ્વાજ, જય વસાવડા સહિતના મહાનુભાવો પધાર્યા : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પૂ.રમેશભાઇ ઓઝાના આશિર્વચન મેળવી ભાવપૂજન કર્યુ : પૂ.રમેશભાઇ ઓઝાએ શ્રીરામ સાર્વજનીક હોસ્પિટલની મુલાકાત લીધી

ગોંડલ તા.11
સદગુરુ દેવશ્રી રણછોડદાસજી મહારાજના આશીર્વાદ વચ્ચે પૂ. હરિચરણદાસજી મહારાજના સાનિધ્યમાં શ્રી સદગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા ગોંડલમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસાસને ચાલતી 108 પોથીજી શ્રીમદ ભાગવત કથામાં રોજ હજારો ભાવિકો કથાનું રસપાન કરી રહ્યા છે.
ગોંડલમાં આજે કથાના સાતમા દિવસે કથા સ્ટેજ પર સ્ટેજ પર ભુવનેશ્વર પીઠના આચાર્ય શ્રી ઘનશ્યામજી મહારાજ, રાજકોટના ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજ, સમસ્ત બ્રહ્મ સમાજ રાજકોટના પ્રમુખ પંકજભાઈ રાવલ, સમસ્ત બ્રહ્મ સમાજ સૌરાષ્ટ્રના કચ્છના ટ્રસ્ટી ભુપતભાઈ પંડ્યા, રાજકોટ લોહાણા સમાજના પ્રમુખ રાજુભાઇ પોબારી, ગોંડલનું ગૌરવ એવા જય વસાવડા, આણંદ પર સ્ટેટના દરબાર જીતેન્દ્રભાઈ એમ. ખાચર તેમજ તેમના ધર્મપત્ની શ્રીમતિ હેમા કુમારીબા, રાજકોટ યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેસાણી વિગેરે મહાનુભાવોએ ભાઇશ્રીના આશીર્વચન મેળવીને ભાવપૂજન કર્યું હતું.
કથાએ આગળ ધપાવતા પૂજ્ય ભાઈશ્રીએ જણાવ્યું હતું કે, આજ્ઞામાં રહે તે શબ્દ, પ્રકૃતિ પુરુષોત્તમને આધીન છે. બ્રાહ્મણોએ સાચું કહી શકે તેમ નિર્ભય બનવું જોઈએ. શ્રીમદ્ ભાગવત કથામાં વસંત ઋતુની કથા નથી. કારણ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ વસંત છે.સૂક્ષ્મની શક્તિ સ્થૂળ કરતા વધારે છે. પૃથ્વી કરતા જળ સૂક્ષ્મ છે.
કથા સમાપન પહેલા કથાના મુખ્ય મનોરથી ચેતેશ્વર પુજારાના મિત્ર જયદેવભાઇ ઉનડકટ(પોરબંદર), જાણીતા શિક્ષણશાસ્ત્રી ગિજુભાઈ ભરાડ, ભજનિક નારણભાઇ ઠાકર(જેતપુર), મારુતિ કુરિયર વાળા મોહનભાઇ મોકરિયા અને તેમના પત્ની શોભાબેન મોકરિયા, વડોદરાના રામકૃષ્ણ તિવારી, રાજેશભાઈ જટાણીયા અને પ્રદીપભાઈ જટાણીયા અને ફૂડ એન્ડ ડ્રગના દે.કમિશ્નર એચ.એલ.રાવત વિગેરેએ પૂજ્ય ભાઈશ્રીનું ભાવપૂજન કરવાનો લ્હાવો લીધો હતો.
જય વસાવડા
ગોંડલને કલમ થકી વિશ્વમાં ઓળખ અપાવનાર જય વસાવડાએ કથા સ્ટેજ પરથી બોલતા જણાવ્યું હતું કે ગોંડલમાં શ્રી રણછોડ દાસજી મહારાજ અને શ્રી હરિચરણદાસજી મહારાજ જેવી બહુ મોટી ચેતના છે, આવા મહાન પુરુષોના સાનિધ્યમાં જ્યારે આવી ભગવત કથા જેવા આયોજનો થતા હોય ત્યારે હું બહુ ગૌરવ અનુભવું છું.
ભગવત ગૌમંડળને યાદ કરતા વસાવડાએ જણાવ્યું હતું કે ખરેખર ગોંડલ નું નામ ગૌમંડળ પરથી પડ્યું છે. સંસ્કૃત ભાષાનો દિવડો જો કોઈ જો કોઈએ જીવતો રાખ્યો હોય જલતો રાખ્યો હોય તો તે વાતનું શ્રેય શ્રી રમેશભાઈ ઓઝાના ફાળે જાય છે, તેવું જય વસાવડાએ જણાવ્યું હતું. ગોંડલ ના રાજાશ્રી ભગવતસિંહજી મહારાજને યાદ કરતા જય વસાવડાએ જણાવ્યું હતું કે કથા થાક ઉતારવાના માટેના વિસામા છે, થાકલા છે. ગોંડલના રાજાએ જેમ થાક ઉતારવા માટે રસ્તા પર થાકલા ઊભા કર્યા હતા કર્મબોજ ઉતારવા માટે કર્મનો બોજ ઉતારવા માટે કથા વિસામો સમાન છે.
મુલાકાત
ગોંડલ ખાતે આવેલ શ્રી રામ સાર્વજનિક હોસ્પિટલની પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ આજે શુભેચ્છા મુલાકાત લીધી હતી. હોસ્પિટલના દરેક વોર્ડ અને વિભાગોની ભાઇશ્રીએ મુલાકાત લીધી હતી. દરેક દર્દીઓને પણ મળ્યા હતા અને સેવા વિશે પણ માહિતીઓ મેળવી હતી.આ તકે પૂજ્ય ભાઈશ્રી સાથે શ્રીરામ હોસ્પિટલના ટ્રસ્ટીઓ તેમજ ડોકટર્સ ટીમના ડો વિદ્યુત ભટ્ટ, ડો.ગોવિંદ કુવાડ, ડો.આર.બી.શાહ, વિગેરે ડોક્ટરોએ હાજરી આપી ભાઈશ્રીનું પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું.
શ્રીરામ સાર્વજનિક હોસ્પિટલની સુવિધાઓ અને સવલતોથી પ્રભાવિત થયેલા ભાઈશ્રીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં ભગવાનશ્રી રામચંદ્રજીની કૃપા અને પૂ.હરિચરણદાસજી બાપુના આશીર્વાદ સાથે છે.ખૂબ સમર્પિત ડોક્ટરોની ટિમ સેવાભાવથી કામ કરી રહી છે. એટલે ખૂબ સારા પરિણામો જોવા મળે છે. જેવી ભાવનાઓ હોય તેવી સિદ્ધિ પ્રાપ્ત થતી હોય છે. અહીં માત્રને માત્ર સેવા ભાવના છે.
પ્રવચન
ગઈકાલે મંગળવારે સાંજે મંગળવારે શ્રી રામ મંદિર દ્વારા આયોજિત ભાગવત કથા આયોજનમાં સાંજે 5-00 વાગ્યે કથા મંડપમાં પ.પૂ.ગુરુદેવ શ્રી હરિચરણદાસ મહારાજશ્રી અને પૂ.શ્રી રમેશભાઈ ઓઝા ભાઈશ્રી વ્યાસપીઠ પરથી ગીતાજી અને ઈશ્વર સત્સંગ વિષય પર પ્રવચન આપ્યું હતું, જેનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. જ્યારે આચાર્ય જગદીશભાઈ શાસ્ત્રી તેમજ નિખિલભાઇ શાસ્ત્રીદ્વારા સાંજે સુંદર કાંડના પાઠ પણ કરાયા હતા.
પૂ.રમેશભાઇ ઓઝાએ જણાવ્યું કે ગોંડલમાં શ્રી રણછોડદાસજી મહારાજ અને શ્રી હરિચરણદાસજી મહારાજ જેવી બહુ મોટી ચેતના છે. આવા મહાન પુરૂષોના સાંનિઘ્યમાં જયારે આવી ભગવત કથા જેવા આયોજનો થતો હોય ત્યારે હું બહુ ગૌરવ અનુભવું છું.


Loading...
Advertisement