રેલવે મારફત દારુની હેરાફેરી? ટ્રેનના ટોઈલેટમાંથી 43 બોટલ જપ્ત

11 September 2019 12:15 PM
Ahmedabad Crime Gujarat
  • રેલવે મારફત દારુની હેરાફેરી? ટ્રેનના ટોઈલેટમાંથી 43 બોટલ જપ્ત

અમદાવાદ તા.11
ટ્રેનના શૌચાલયમાંથી ઈન્ડીયન મેઈડ ફોરેન લિકર (આઈએમએફએલ)ની 46 બોટલ મળી આવતા રેલવે પોલીસ દળના અધિકારીઓની આંખ પહોળી થઈ ગઈ હતી. અમદાવાદ રેલ્વે સ્ટેશને એક રખડતા કીશોરને પકડયા પછી તેમને દારુનો આ જથ્થો મળી આવ્યો હતો.
19 વર્ષના રેહાન અબ્રામ કુરેશીની હિલચાલ વિષે શંકા જતા આરપીએફએ તેને આગ્રા ફોર્ટ અમદાવાદ એકસપ્રેસમાંથી પકડી પાડયો હતો. અન્ય પાંચ ટ્રેનમાંથી ઉતરી રેલ્વે સ્ટેશન બહાર નીકળી ગયા હતા ત્યારે કુરેશી સ્ટેશન પર આંટા મારી રહ્યો હતો. જયારે તેની પુછપરછ કરવામાં આવી ત્યારે કુરેશીએ જણાવ્યું કે તે વોશરૂમનો ઉપયોગ કરવા એસ 5 કોચ પાછો જતો હતો. આથી આરપીએફના અધિકારીઓની શંકા મજબૂત બની હતી, અને તેની અંગજડતી લીધી હતી. તેની પાસેથી સ્ક્રુડ્રાઈવર મળી આવતા હતી. તેની આગવી ઢબે પુછપરછ કરાતા તે પોલીસને એસ-5 કોચમાં લઈ ગયો હતો. તેરે સ્ક્રુડ્રાઈવરની મદદની ટોઈલેટની ઉપરની પેનલ ખોલી હતી અને એમાં ફલશટેન્કની બાજુમાં છુપાવાયેલી દારુની બોટલો જોવા મળી હતી.


Loading...
Advertisement