ગોબર, ગૌમૂત્રમાંથી બનેલી બ્યુટી પ્રોડકટસની પાંચ દેશોમાં નિકાસ

11 September 2019 12:11 PM
Jamnagar Gujarat
  • ગોબર, ગૌમૂત્રમાંથી બનેલી બ્યુટી પ્રોડકટસની પાંચ દેશોમાં નિકાસ

જામનગરના ઈશ્ર્વરીયા ગામની મહિલા સરકારી મંડળીની સિદ્ધિ : પંચગવ્ય, હેર ઓઈલ સહીત 50 આઈટેમ્સ બનાવે છે

અમદાવાદ તા.11
જામનગરના ઈશ્ર્વરીયા ગામની મહિલા સરકારી મંડળીએ ગોબર અને ગૌમૂત્રને સિંગાપુર, જર્મની, અમેરિકા, યુકે અને યુએઈના હેલ્થ અને બ્યુટી સ્ટોર સુધી પહોંચાડયા છે.
ગોબર અને ગૌમૂત્રની બનેલી પ્રોડકટની વૈશ્ર્વિક લોકપ્રિયતાનો લાભ લેવા આ મહિલાઓ હેર અને મસાજ તેલ અને ફેસ સ્કબ સહીત પણ આઈટેમ્સની નિકાસ કરે છે. આ મંડળીમાં 228 મહિલા સભ્ય છે. મંડળીને વેચાણમાંથી રૂા.25 લાખની આવક થાય છે. મંડળી પાસે 120 ગાય છે તેથી ગોબર અને ગૌમૂત્રનો પુરવઠો મળ્યા કરે છે. આ મંડળીની નોંધણી 2013માં થઈ હતી અને તેણે ગૌમૂત્ર-ગોબરમાંથી દવાઓ અને સૌંદર્ય પ્રસાધનની આઈટેમો બનાવવાની શરુઆત કરી હતી. મંડળીએ ગોબર, મૂત્ર, દૂધ, દહીં અને ઘીના પંચગવ્ય પણ બનાવ્યું છે.
કામધેનુ દિવ્ય ઔષધી મહિલા સરકારી મંડળીના અધ્યક્ષ કલ્પના હિંસુએ જણાવ્યું હતું કે તે પહેલીવાર 1997માં ઈશ્ર્વરીયા આવી હતી. એ વખતે હું ગામમાં પેરોમેટ્રીક તરીકે આવી ત્યારે કોઈ આરોગ્ય સુવિધા નહોતી. ગ્રામજનો ગરીબ હતા. અમે પ્રથમ આયુર્વેદીક દવાખાનું ખોલ્યું હતું. આખરે હિંસુ અનેતેની સહયોગીઓને ગોબર અને ગૌમૂત્રમાંથી પ્રોડકટ બનાવવા જમીન મળી હતી.


Loading...
Advertisement