પોલીસદળના જવાનોએ પણ ટ્રાફીક નિયમોનું પાલન કરવું ફરજીયાત: ડીજીપી

11 September 2019 12:01 PM
Rajkot Gujarat
  • પોલીસદળના જવાનોએ પણ ટ્રાફીક નિયમોનું પાલન કરવું ફરજીયાત: ડીજીપી
  • પોલીસદળના જવાનોએ પણ ટ્રાફીક નિયમોનું પાલન કરવું ફરજીયાત: ડીજીપી

પોલીસ દ્વારા ટ્રાફીક ભંગના વિડીયો વાયરલ થતા રાજય પોલીસ વડા ચોકયા : કાયદાથી કોઈ પર નથી: ખાસ પરિપત્ર ઈસ્યુ કરતા શિવાનંદ ઝા: ડયુટી પર ન હોય કે યુનિફોર્મ ન પહેર્યા હોય તો પણ નિયમ તોડશે તો દંડ ઉપરાંત ખાતાકીય કાર્યવાહી : દરેક પોલીસ મથકમાં ખાસ મોનેટરીંગ માટે અધિકારીને જવાબદારી સોપાશે: દરેક પોલીસ વડાને સોપાતી જવાબદારી

રાજકોટ: ગુજરાતમાં નવા ટ્રાફીક નિયમો અને વધારાયેલો દંડ તા.16 સપ્ટેમ્બરથી લાગુ થશે પણ છેલ્લા કેટલાક દિવસોમાં પોલીસની ટ્રાફીક ભંગ સામેની ઝુંબેશ તથા દેશભરમાંથી જે તોતીંગ રકમના દંડનાઆવતા સમાચાર બાદ નાગરીકોએ પણ ટ્રાફીક ભંગ સામે કાર્યવાહી કરનાર પોલીસ દળના જવાનો અને અધિકારીઓ જે રીતે ખુલ્લેઆમ હેલ્મેટ પહેર્યા વગર બાઈક સ્કુટર ચલાવી રહ્યા છે અથવા મોબાઈલમાં વાતચીત સહીતના ટ્રાફીક નિયમોનો ભંગ કરી રહ્યા છે તેના વિડીયો લઈને નાગરિકોએ વાયરલ કરતા ચોકી ઉઠેલા રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ તમામ પોલીસ જવાનો અધિકારીઓને ટ્રાફીકના નિયમોનું તેઓએ પણ ચુસ્ત રીતે પાલન કરવાનું રહે છે અને તેમાં કોઈ કસૂરવાન ઠરશે તો ફકત દંડ જ નહી પણ ખાતાકીય કાર્યવાહીનો વડા સામનો કરવાનો રહેશે તેવી કડક ચેતવણી આપી છે. ગઈકાલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજયમાં લાગું પડનારા નવા ટ્રાફીક નિયમોની જાહેરાત કર્યા બાદ એક પરિપત્ર ઈસ્યુ કરીને રાજયના પોલીસ વડાએ જણાવ્યું હતું કે કાનૂન બધાને લાગુ પડે છે અને પોલીસ દળ તેમાં બાકાત નથી.
ડીજીએ લખ્યું કે જયારે આપણે લોકોને ટ્રાફીક ભંગના નિયમોનું પાલન કરવા ફરજ પાડતા હોઈએ તો સૌ પ્રથમ આપણે જ ટ્રાફીક નિયમોનું પાલન કરીએ તે જરૂરી છે. ડીજીપીએ લખ્યું છ કે રાજયભરમાં ફરજ બજાવતા અનેક પોલીસ કર્મચારીઓ ટ્રાફીકના નિયમોનો ભંગ કરે છે. જેના કારણે લોકોમાં ખોટો સંદેશ જાય છે જયારે ખુદ પોલીસ જ યુનિફોર્મમાં પણ ટ્રાફીક નિયમોનો ભંગ કરે છે અને તેના કારણે કોઈક વખત લોકોને ટ્રાફીક નિયમોનું પાલન કરવા માટે સમજાવવું મુશ્કેલ બને છે. પોલીસ વડાએ તમામ ઉચ્ચ અધિકારીઓને પણ તેમના
અધિકાર ક્ષેત્રના પોલીસ દળના લોકો ટ્રાફીકના નિયમોનું પાલન કરે તે નિશ્ર્ચિત કરવા જણાવ્યું છે.
પોલીસ વડાએ જણાવ્યું કે આ પ્રકારની જાગૃતિ લાવવી જરૂરી છે. ઉપરાંત પોલીસ દળમાં ટ્રાફીક નિયમોનું પાલન થાય છે કે કેમ તે અંગે ઓચિંતું જ ચેકીંગ કરવામાં આવશે. દરેક પોલીસ કર્મચારી પછી તે ડયુટી પર હોય કે ન
હોય યુનિફોર્મમાં હોય કે સાદા વસ્ત્રોમાં તેણે ટ્રાફીક નિયમોનું પાલન કરવું ફરજીયાત છે અને પોલીસ વડાએ જણાવ્યું કે પોલીસદળમાં ટ્રાફીક નિયમનું પાલન થાય તે નિશ્ર્ચિત કરવા ખાસ સુપરવાઈઝર નિયુક્ત થશે અને રોલકોલ સમયે આ અધિકારી ખાસ હાજર રહીને ટ્રાફીક નિયમોની જાણકારી આપશે. હાલમાં જ
ગુજરાત સહીત દેશમાં અનેક સ્થળોએ પોલીસ દ્વારા ટ્રાફીક ભંગના વિડીયો વાયરલ થતા આ ફોર્સની પ્રતિષ્ઠાને નુકશાન ન થાય તે જોવા પોલીસ વડાએ મકકમતા દર્શાવી હતી.


Loading...
Advertisement