સોરઠ-સોમનાથ જીલ્લામાં મેઘરાજાનું જોર; સુત્રાપાડા-વિસાવદરમાં 8 ઈંચ

11 September 2019 11:54 AM
Gujarat Saurashtra
  • સોરઠ-સોમનાથ જીલ્લામાં મેઘરાજાનું જોર; સુત્રાપાડા-વિસાવદરમાં 8 ઈંચ
  • સોરઠ-સોમનાથ જીલ્લામાં મેઘરાજાનું જોર; સુત્રાપાડા-વિસાવદરમાં 8 ઈંચ
  • સોરઠ-સોમનાથ જીલ્લામાં મેઘરાજાનું જોર; સુત્રાપાડા-વિસાવદરમાં 8 ઈંચ
  • સોરઠ-સોમનાથ જીલ્લામાં મેઘરાજાનું જોર; સુત્રાપાડા-વિસાવદરમાં 8 ઈંચ
  • સોરઠ-સોમનાથ જીલ્લામાં મેઘરાજાનું જોર; સુત્રાપાડા-વિસાવદરમાં 8 ઈંચ
  • સોરઠ-સોમનાથ જીલ્લામાં મેઘરાજાનું જોર; સુત્રાપાડા-વિસાવદરમાં 8 ઈંચ

સૌરાષ્ટ્ર કચ્છમાં મેઘાનો વિચિત્ર મૂડ: કેટલાક સ્થળે હળવો મધ્યમ તો અમુક વિસ્તારમાં વરસ્યો અનરાધાર : વેરાવળ-4, કોડીનાં-4, ગઢડા-3॥, રાજૂલા-3, બોટાદ-2॥। વલ્લભીપુર-માંગરોળ-જાફરાબાદ-2। વંથલીમાં-2। અન્યત્ર ઝાપટાથી 2 ઈંચ સુધી વધુ મેઘમહેર : હવાનું હળવુ દબાણ અને વિરૂધ્ધ દિશાના પવનની અસરથી આજનો દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી: દરિયાકાંઠે જોર વધુ રહેવાનો સંકેત: આવતીકાલથી મળશે રાહત

રાજકોટ તા.11
સૌરાષ્ટ્ર કચ્છમાં ચાલુ ચોમાસામાં છેલ્લા બે અઠવાડીયાથી મેઘરાજાએ મુકામ કરી અવિરત હેત વરસાવવાનું ચાલુ રાખ્યું છે. હજી 24 કલાક સુધી ભારેથી અતિભારે તો અમુક સ્થાને અતિશય ભારે વરસાદની આગાહી વચ્ચે 24 કલાક દરમિયાન હળવા ભારે ઝાપટાથી લઈ અમુક સ્થળે નોંધપાત્ર બેથી આઠ ઈચ વરસાદ વરસ ગયો છે. જો આજે પણ વહેલી સવારથી જ સોરઠ, સોમનાથ અને ભાવનગર, અમરેલી, પોરબંદર જીલ્લામાં પણ કયાંક ધીમીધારે તો કયાંક ધોધમાર વરસવાનું ચાલુ રાખેલ છે.

હાલમાં હવાના હળવા દબાણની અસર હેઠળ છેલ્લા 24 કલાકથી વરસતા વરસાદમાં આજે પુરા થતા 24 કલાક દરમિયાન મેઘ રાજાએ સોરઠ- સોમનાથ જીલ્લાને ધમરોળી નાખ્યુ હતું તો અમરેલી- ભાવનગર- બાટોદ જીલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસાવ્યો હતો. જયારે રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી જીલ્લામાં છુટોછવાયો હળવો વરસાદ પડયો હતો. જયારે કચ્છ, પોરબંદર, દ્વારકા જીલ્લામાં ભારે મેઘાવી માહોલ વચ્ચે માત્ર ઝાપટા વરસ્યા હતા.

હાલમાં પણ મધ્યપ્રદેશ ઉપર હવાનું હળવું દબાણ સર્જાયું છે. જેની અસરથી આગામી 24 કલાક દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાં કોઈક સ્થળે ભારેથી અતિભારે વરસાદ વરસી ગયા બાદ આવતીકાલથી વરસાદનું જોર ઘટવા સાથે શુક્રવારથી હવામાન ખુલ્લુ થઈ જવાની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેવા સમયે આજે પણ વહેલી સવારથી મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં મુકામ યથાવત રાખ્યો છે.

આજે વહેલી સવારથી જ જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, માંગરોળમાં માત્ર બે કલાકમાં દોઢ ઈંચ, તાલાલામાં એક ઈંચ, કેશોદ, પોરબંદર, માણાવદર, માળીયા હાટીનામાં અડધો ઈચ વરસાદ વરસી જવા સાથે વેરાવળ, જુનાગઢ, વંથલી, રાણાવાવમાં વરસાદી ઝાપટા સાથે 1થી 8 મીમી વરસાદ નોંધાઈ ગયો હતો. તો આ જીલ્લામાં અનેક સ્થળે વરસાદ ચાલુ હોવાના પણ અહેવાલો મળ્યા છે.

દરમિયાન આજે પણ વહેલી સવારથી જ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે મેઘાવી માહોલ છવાઈ ગયો હોઈ હવે વરાપ નીકળે તેવી લોકો ઈચ્છા કરી રહ્યા છે. સતત વરસાદથી પાક પાણીનું ચીત્ર ઉજળુ થયુ છે. પરંતુ હાલ વધુ વરસાદ નુકશાન કરતા થાય તેવું અનુમાન ધરતીપુત્રો લગાવી રહ્યા છે.

રાજકોટ
રાજકોટમાં છેલ્લા પખવાડીયાથી અવિરત ધૂપછાંવના માહોલ વચ્ચે વરસાદી ઝાપટાથી નોંધપાત્ર વરસાદ વરસી જાય છે. પરંતુ છેલ્લા ત્રણ દિવસથી કાળા ડીબાંગ વાદળા સાથે ભારે ઘનઘોર હાલ છવાઈ રહેવા છતા વરસાદી ઝાપટાથી વરસી રહ્યા છે. ગઈકાલે દિવસભર હળવા છાંટા હવે વરસાદ પડતા માત્ર 1 મીમી વરસાદ 24 કલાકમાં નોંધાયો હતો. તો આજે સવારથી ભારે મેઘાવી માહોલ છવાયો હોય બપોર પછી વરસાદ વરસી જવાની સંભાવના જોવા મળે છે.

સાવરકુંડલા
સાવરકુંડલામાં છેલ્લા ઘણા દિવસોથી મેઘરાજા મહેરબાન છે. ગઈકાલ સવારથી જ કાળા ડીબાંગ વાદળોવાળા વાતાવરણ વચ્ચે આશરે 12-30ના સુમારે ધીમી ગતિએ વરસાદ શરૂ થયેલ. ત્યારબાદ ગાજવીજ સાથે જોરદાર વરસાદ ચાલુ થયેલ છે. સવારથી સાંજે 4 કલાક સુધીમાં 2 ઈચ જેટલો વરસાદ પડેલ છે. અને હજુપણ વધુ વરસાદ પડવાની શકયતા છે. છેલ્લા બે ત્રણ દિવસથી પડી રહેલ વરસાદના કારણે સાવરકુંડલાની નાવલી નદીમાં પણ પાણીના આવેલ છે.

વિસાવદરમાં આઠ ઈંચ
વિસાવદર તેમજ આજુબાજુના ગામોમાં બપોર બાદ મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું અને આજે સવાર સુધી અવિરત વરસાદ વરસતા વિસાવદરમાં આઠ ઈચ વરસાદ પડી ગયો હતે. સતત વરસાદથી રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તેમજ વિસાવદર તાલુકાના છેલણકા, અબળા, ભુતડી સહિતના ગામોમાં ત્રણથી પાંચ ઈચ વરસાદ વરસી ગયો હતો જેના કારણે નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા.


Loading...
Advertisement