પાકિસ્તાન સુધરતુ નથી! વાસ્તવિક અંકુશરેખાએ ત્રાસવાદી કેમ્પો-લોન્ચ પેડ શરૂ કરી દીધા

11 September 2019 11:49 AM
India
  • પાકિસ્તાન સુધરતુ નથી! વાસ્તવિક અંકુશરેખાએ ત્રાસવાદી કેમ્પો-લોન્ચ પેડ શરૂ કરી દીધા

અફઘાની-પશ્ર્તૂન સહીત 275 ત્રાસવાદીઓને ઘુસણખોરી કરાવવા ખડકયા

નવી દિલ્હી તા.11
કાશ્મીર મામલે વિશ્ર્વસ્તરે એક પછી એક ઝટકા ખાવા છતાં પાકિસ્તાન સુધરતુ ન હોય તેમ વાસ્તવિક અંકુશરેખાએ પરી ત્રાસવાદી તાલીમ કેમ્પો તથા લોન્ચપેડ શરૂ કરી દીધા છે. આવતા મહીને ત્રાસવાદ ફાઈનાન્સ વોચડોગ ફાઈનાન્સીયલ એકશન ટાસ્કફોર્સની બેઠકમાં પાકિસ્તાનનું ભાવી ઘડાવાનું છે તે પુર્વે કાશ્મીરમાં 275 ત્રાસવાદીઓને ઘુસાડવાનો કારસો રહ્યો છે. તાલીમ કેમ્પોની સાથે સાત લોન્ચ પેડ શરૂ કર્યા છે.
ગુપ્તચર વિભાગના વર્તુળોએ કહ્યું કે ભારતમાં ઘૂસણખોરી કરાવવાના થતા ત્રાસવાદીઓમાં અફઘાની તથા પશ્ર્તૂન પણ સામેલ છે જે એક અસાધારણ બાબત છે. ભલે પાકિસ્તાન 1990 થી વિદેશી ત્રાસવાદીઓને ભારતમાં ધકેલી રહ્યું છે છતાં અફઘાની-પશ્ર્તૂનને ઘુસાડવાની વાત ચોંકાવનારી છે.
ગુપ્તચર રીપોર્ટમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે વાસ્તવિક અંકુશરેખાએ લોન્ચપેડ શરૂ કરવામાં પાક સેના તથા ગુપ્તચર એજન્સી આઈએસઆઈની જ ભૂમિકા છે. ઉતરીય કાશ્મીરના ગુરેઝ ક્ષેત્રમાંથી ઘૂસણખોરી કરાવવાનું ષડયંત્ર છે જયાં 80 જેટલા ત્રાસવાદીઓનો જમાવડો છે. મછલમાં 60, કરનારમાં 50, કેરણમાં 40, ઉરીમાં 20, નૌગામમાં 15 તથા રામપુરમાં 10 જેટલા ત્રાસવાદીઓની હાજરી છે.
પુલવામાં હુમલા પછી પાકિસ્તાને ત્રાસવાદી તાલીમ કેમ્પો બંધ કરી દીધા હતા અને ત્રાસવાદીઓને સૈન્ય સંકુલોમાં ધકેલી દીધા હતા. ભારતે એરસ્ટ્રાઈક કર્યા બાદ કાશ્મીરમાંથી કલમ 370 નાબુદ કરી છે એટલો પાકિસ્તાન વધુ ભુરાયુ થયુ છે અને ત્રાસવાદી હિંસા સર્જવાના કાવતરા ઘડી રહ્યું છે.


Loading...
Advertisement