માર્કેટયાર્ડ-ખેડુતોને રાહત! ટીડીએસ કપાતમાંથી મુકિત મળશે

11 September 2019 11:44 AM
India
  • માર્કેટયાર્ડ-ખેડુતોને રાહત! ટીડીએસ કપાતમાંથી મુકિત મળશે

એક કરોડથી વધુના રોકડ ઉપાડ પર બે ટકા ટીડીએસ કપાત સામેનો વિરોધ સરકારને ગળે ઉતર્યો : ડેરી, ખાણ, પશુપાલન જેવા કેટલાંક ક્ષેત્રોને નવા નિયમોમાંથી મુકિત આપવાની તૈયારી

નવી દિલ્હી તા.11
એક કરોડથી અધિકના રોકડ ઉપાડ પર બે ટકા ટીડીએસ કપાત કરવાનાં નિયમ સામે માર્કેટ યાર્ડોનાં વેપારીઓ-કોમોડીટી ટ્રેડરોમાં ઉઠેલા વિરોધ વંટોળને પગલે હવે તે પાછો ખેંચી લેવાના ચક્રો ગતિમાન થયા છે. જોકે માત્ર ખેડુતોને અસરકર્તા કે તેને સંલગ્ન ક્ષેત્રોને જ આ નિયમમાંથી મુકિત આપવામાં આવશે.
કેન્દ્રીય નાણા મંત્રાલયનાં એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે રોકડ વ્યવહારો ઘટાડવાનાં ઉદેશથી એક કરોડથી અધિકના રોકડ વાર્ષિક ઉપાડ પર બે ટકા ટીડીએસ કપાતનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો.1લી સપ્ટેમ્બરથી નિયમ અમલી બન્યો હતો.31 ઓકટોબર સુધીમાં એક કરોડનો ઉપાડ થઈ ગયો હોય તો 1લીથી જ ટીડીએસ કાપવાનું શરૂ કરી દેવામાં આવ્યુ હતું આ નિયમ સામે ખાસ કરીને ગુજરાત-રાજસ્થાન જેવા રાજયોનાં માર્કેટ યાર્ડોના વેપારીઓ વિફર્યા હતા. હડતાલ પણ પાડી હતી. કેન્દ્ર સરકારે ફેર વિચારણાની બાહેંધરી આપતા હડતાળ પાછી ખેંચવામાં આવી હતી.
આ અધિકારીએ કહ્યું કે સીધા ખેડુતો સાથે વ્યવહારો કરતા વેપારીઓની દલીલ સરકારને ગળે ઉતરી છે એટલે અમુક ક્ષેત્રોને રોકડ ઉપાડ ઉપર ટીડીએસ કપાતમાંથી મુકિત આપવાની વિચારણા શરૂ કરવામાં આવી છે. માર્કેટ યાર્ડ-કૃષિ વ્યવહારોમાં રોકડ લેવડ દેવડ અનિવાર્ય પાસુ છે અન્યથા ગામડાનાં કિસાનોને મુશ્કેલી થઈ શકે છે.
રીઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા સાથે પરામર્શ કરીને કેટલાંક ક્ષેત્રોને ટીડીએસ કપાતમાંથી મુકિત આપવાની સરકારને સતા છે. ક્ધફેડેરેશન ઓફ ઓલ ઈન્ડીયા ટ્રેડર્સનાં મહામંત્રી પ્રવિણ ખાંડેલવાલે કહ્યું કે ખેડૂતો ચેકથી પેમેન્ટ સ્વીકારતા નથી એટલે તેઓને રોકડ પેમેન્ટ આપવામાં મુશ્કેલી થઈ રહી છે. રોકડમાં ચુકવણા વખતે ખેડુતોનાં નાણામાંથી બે ટકા નાણા કાપવાનો વિકલ્પ અજમાવાયો હતો, પરંતુ તેમા ખેડુતો સંમત થયા ન હતા હવે સંગઠન પણ આ મામલે નાણાપ્રધાન નિર્માણ સિતારામનનો મળવાનું છે.
તેઆએ કહ્યું કે બે ટકા ટીડીએસ કપાતનું ભલે રીફંડ મળી શકતુ હોય પરંતુ તે પેટેની મોટી રકમ લાંબો વખત સરકારમાં સલવાઈ જતી હોય છે વેપારીઓએ ધંધો જાળવવા નથી વધારાની મુડી ઠાલવવી પડે તેમ છે.
નિષ્ણાંતોએ એમ કહ્યું કે ચાના બગીચા, પશુપાલન, ખાણ-ખનીજ, ડેરી જેવા મેક્રોને ટીડીએસ કપાતનાં નિયમમાંથી મુકિત આપવી પડે તેમ છે કારણ કે આ ક્ષેત્રોનાં વ્યવહારો-ગામડા-ખેડૂતો-આધારીત હોય છે અને તે મોટાભાગે રોકડમાં જ કરવાના થતા હોય છે. આ નિયમમાં અમુક ક્ષેત્રોને મુકિત કે છુટછાટ આપવાની કેન્દ્ર સરકારને સતા છે.
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને ગત જુલાઈમાં પેશ કરેલા બજેટમાં એક કરોડથી રોકડના વાર્ષિક ઉપાડ પર બે ટકા ડીવીડન્ડ કપાત કરવાની દરખાસ્ત કરી હતી. રોકડનૂં ચલણ ઘટાડવાનો આશય હોવાનું સ્પષ્ટ કર્યું હતું. 1લી સપ્ટેમ્બરથી આ નિયમ અમલી બનાવવામાં આવ્યો હતો. જોકે, બજેટ ભાષણમાં એવુ પણ સ્પષ્ટ કર્યું હતું કે અમુક વેપાર ક્ષેત્રોમાં મુકિતની જરૂર જળવાશે તો છુટછાટ આપવામાં આવશે.


Loading...
Advertisement