TDPની રેલી પહેલા આંધ્રપ્રદેશની સરકારે ચંદ્રબાબૂ નાયડૂ અને તેમના દીકરાને નજરકેદ કર્યા

11 September 2019 10:11 AM
India Politics
  • TDPની રેલી પહેલા આંધ્રપ્રદેશની સરકારે ચંદ્રબાબૂ નાયડૂ અને તેમના દીકરાને નજરકેદ કર્યા

TDP કાર્યકર્તાઓ પર થઈ રહેલા હુમલા વિરુદ્ધ આજે વિરોધ માર્ચ આયોજીત થાય તે પહેલાં કાર્યવાહી

આંધ્રપ્રદેશ: તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના ચીફ અને આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબૂ નાયડૂ (Chandrababu Naidu) અને તેમના દીકરા નારા લોકેશને રાજ્ય સરકારે નજરકેદ કરી લીધા છે. મૂળે, નાયડૂએ રાજ્યમાં સત્તાધારી વાઈએસઆર કોંગ્રેસ પાર્ટી (YSRCP)ની કથિત સંડોવણીથી ટીડીપી કાર્યકર્તાઓ પર થઈ રહેલા હુમલાની વિરુદ્ધ આજે વિરોધ માર્ચ (Chalo Atmakur) આયોજીત કરવાના હતા.

તેને ધ્યાને લેતાં વહિવટીતંત્રએ રાજ્યમાં નરસરાવપેટા, સત્તનપલ્લે, પાલનાડુ અને ગુરજલા વિસ્તારમાં કલમ 144 લાગુ કરી દીધી છે. ટીડીપી કેડરને કોઈ પ્રકારના પ્રદર્શનથી રોકવાની વિરુદ્ધ નાયડૂએ રાજ્યભરમાં 12 કલાકની ભૂખ હડતાલનું આહ્વાન કર્યુ છે.

રાજ્યના પોલીસ મહાનિદેશક (ડીજીપી) ગૌતમ સાંવગે મંગળવારે વિસ્તારમાં કલમ 144 લાગુ કરવાનું એલાન કરતાં કહ્યું હતું કે કોઈ પણ પ્રકારની બેઠક, રેલી કે વિરોધ માર્ચની મંજૂરી નહીં આપવામાં આવે.


Loading...
Advertisement