મુંબઈ: ક્રોફર્ડ માર્કેટમાં બિલ્ડિંગ ધરાશાયી, 1નું મોત

11 September 2019 09:50 AM
India
  • મુંબઈ: ક્રોફર્ડ માર્કેટમાં બિલ્ડિંગ ધરાશાયી, 1નું મોત

મુંબઈના ક્રોફર્ડ માર્કેટમાં બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થયો હતો

મહારાષ્ટ્ર: મુંબઈના ક્રોફર્ડ માર્કેટમાં બિલ્ડિંગનો ભાગ ધરાશાયી થયો હતો.આ ઘટનામાં એક વ્યકિતનું મૃત્યું થયું છે. તેમજ કોઈના ઘાયલ થવાની માહિતી મળી નથી. ઘટના સ્થળ પર ફાયર ફાઈટરની ગાડીઓને તૈનાત કરવામાં આવી હતી. તેમજ વિગતો અનુસાર, અંદાજે 6થી 7 લોકોને બચાવવામાં આવ્યા છે.

સામાન્ય રીતે બિલ્ડિંગના અમુક ભાગ જર્જરીત હોવાને કારણે ધરાશાયી થયો હતો. જણાવી દઈએ કે, સોમવારના રોજ ડોંગરીમાં બિલ્ડિંગનો સ્લેબ ઘરાશાયી થયો હતો. જેમાં એક વ્યક્તિનું મૃત્યું થયું છે. તેમજ ધાયલ લોકોને હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી હાથ ધરાઈ છે.


Loading...
Advertisement