ઓહ માય ગોડ: મહારાષ્ટ્રમાં આ મહિલા 17મી વખત બાળકને જન્મ આપશે

11 September 2019 09:17 AM
India Woman
  • ઓહ માય ગોડ: મહારાષ્ટ્રમાં આ મહિલા 17મી વખત બાળકને જન્મ આપશે

મહારાષ્ટ્રમાં એક દુર્લભ ઘટના સામે આવી છે જેમાં એક મહિલા 17મી વખત ગર્ભ ધારણ કરશે

મુંબઈ: મહારાષ્ટ્રમાં એક દુર્લભ ઘટના જોવા મળી છે. આ ઘટનામાં એક મહિલા 17મી વખત ગર્ભ ધારણ કરશે. જે અંગે ડૉક્ટરોએ સોમવારે જાણકારી આપતા જણાવ્યું હતું કે, બીડ જીલ્લાની 38 વર્ષીય મહિલા 7 મહિનાની ગર્ભવતી છે. જેઓ અત્યાર સુધીમાં 16 વખત સફળતા પૂર્વક પ્રસવ કરાવી ચૂક્યા છે.જ્યારે ત્રણ વખત ગર્ભપાત થયો છે. આ ગર્ભપાતમાં તેમને ગર્ભ રહ્યાને ત્રણ મહિના બાદ થયો હતો.
Image result for woman-will-give-birth-to-the-baby-for-the-17th-time
ડૉક્ટરના જણાવ્યા અનુસાર આ મહિલાને અગિયાર સંતાન છે. તેમજ તેમના પાંચ સંતાનો પ્રસૃતિના થોડા કલાક અથવા તો થોડા દિવસોમાં જ મૃત્યું પામ્યા છે. આ મહિલાનું નામ લંકાબાઈ ખરાટ છે, જે હવે 17મી વખત ગર્ભ ધારણ કરશે.
Image result for woman-will-give-birth-to-the-baby-for-the-17th-time
બીડ જીલ્લાના સિવિલ સર્જન ડૉ. અશોક થોરાટે જણાવ્યું હતું કે, આ સમયે મહિલાને 11 બાળકો છે અને 38 વર્ષમાં આ મહિલા 17મી વખત મા બની રહી છે. ડૉક્ટર્સના જણાવ્યા અનુસાર આ ડિલિવરીમાં મહિલા તથા તેનું નવજાત બંને સ્વસ્થ છે.આ મહિલાએ જણાવ્યું હતું કે, આ પહેલી વખત હોસ્પિટલ પ્રસૃતિ કરાવી રહી છે. આ અગાઉ તે ઘર પર જ પ્રસૃતિ કરાવતી હતી.

Image result for woman-will-give-birth-to-the-baby-for-the-17th-time 

કોઈ પણ પ્રકારના ખતરોથી બચવા માટે ડોક્ટરોએ તેને હોસ્પિટલમાં સારવાર લેવા જણાવ્યું હતું.Image result for woman-will-give-birth-to-the-baby-for-the-17th-time

આ મહિલા ખરાટ બીડ જીલ્લાના મજલગામ તાલુકો કેસાપુરી વિસ્તારની રહેવાસી છે. બીડ જીલ્લાના એક અધિકારીના જણાવ્યા અનુસાર આ મહિલા એવા સમુદાયમાંથી આવે છે, જે ભીખ માગવાનો વ્યવસાય કરે છે. તથા તેમનો પરિવાર એક જગ્યાએ બીજી જગ્યાએ ફરતા રહે છે.


Loading...
Advertisement