ઉનાનાં મહિલા તબીબ KBCમાં જવાબ આપીને જીત્યાં રૂ. 25 લાખ

11 September 2019 08:54 AM
Veraval Entertainment Gujarat Saurashtra Woman
  • ઉનાનાં મહિલા તબીબ KBCમાં જવાબ આપીને જીત્યાં રૂ. 25 લાખ

તબીબ કૃપા દેસાઇએ KBCમાં આવવા માટે તૈયારી કરતા સ્પર્ધકોને ટિપ્સ પણ આપી છે.

ન્યૂઝ18ગુજરાતી : ભારતીય ટેલિવિઝનમાં કૌન બનેગા કરોડપતિમાં જવા અને ખાસ કરીને તેની હોટ સીટ પર બેસવા માટે લાખો લોકો પોતાની કિસ્મત અજમાવતા હોય છે. પરંતુ બધાને આ તક મળતી નથી. ગઇકાલે એટલે કે સોમવારે રાતે ગુજરાતનાં ડોક્ટર કૃપા દેસાઇ તેમાં ચમકી હતી અને 14 પ્રશ્નોનાં સાચા જવાબ આપીને 25 લાખ રૂપિયા જીતી ગયા હતાં.
 હાઇસ્કુલનાં શિક્ષક મેહુલભાઇ દેશાઇ, શિશુ ભારતીય માધ્યમિક શાળાના શિક્ષિકા પ્રિતિબેન દેશાઇની દિકરી અને દેલવાડા સરકારી હોસ્પીટલમાં ફરજ બજાવતા તબીબ કૃપા દેશાઇ કોન બનેગા કરોડ પતિની સીઝન 10માં સિલેકટ થયા હતાં. કૃપાબેને હોટ સીટ ઉપર મહાનાયક અમિતાભ બચ્ચન સામે બેસી સરળતાથી 14 પ્રશ્નનાં સાચા જવાબ આપ્યાં હતાં અને 25 લાખ રૂપિયા જીતી ગયા હતા.

 ડો. કૃપા દેસાઇ ઉના શહેરની પ્રથમ ર્સ્પધક બન્યાં છે. જે 25 લાખ સુધી પહોંચી છે.

 કૃપાબહેને કહ્યું કે, હું છેલ્લા છ-સાત વર્ષથી પ્રયત્ન કરતી હતી. ઘણા બધા જનરલ નોલેજના રાઉન્ડ પાસ કરીને હું કેબીસીની હોટ સીટ સુધી પહોંચી છું. સિંગલ મધર તરીકે ઘણી જવાબદારી હોવા છતાં હું સમાચારોથી અપડેટ રહું છું. અને કરન્ટ અફેર્સ પર પણ ધ્યાન આપતી રહું છું. કેબીસીનો અનુભવ જીવનમરણનું સ્મરણ બની ગયું. કેબીસીમાં આવનાર લોકોને હું જ ટિપ્સ આપીશ કે ધોરણ 5થી10નાં ઈતિહાસ, ભૂગોળ અને પોલિટિક્સ પર વધુ ધ્યાન આપો. એ ઉપરાંત હાલ આસપાસ બનતા સમાચારો પર પણ ઘ્યાન આપો.

Loading...
Advertisement