નિયમ ભંગ બદલ ધડાધડ ઈ-મેમો મોકલો: કમિશ્ર્ન૨ અગ્રવાલની તાકીદ

10 September 2019 07:51 PM
Rajkot
  • નિયમ ભંગ બદલ ધડાધડ ઈ-મેમો
મોકલો: કમિશ્ર્ન૨ અગ્રવાલની તાકીદ

આઈ-વે પ્રોજેકટની માહિતી લીધી...

રાજકોટ તા.10
રાજકોટ મહાનગરપાલિકાના "આઈ-વે પ્રોજેકટ” ઇન્ટીગ્રેટેડ કમાંડ એન્ડ ક્ધટ્રોલ સેન્ટરની નવનિયુક્ત મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે મુલાકાત લીધી હતી અને આ પ્રોજેકટના તમામ ફંકશન નિહાળી વિગતો અને આયોજન સંબંધી વિગતો મેળવી હતી.
કમિશનરે મુલાકાત દરમ્યાન ડાઇરેક્ટર (આઈ.ટી) સંજય ગોહેલ પાસેથી આઈ-વે પ્રોજેકટમાં આવરી લેવામાં આવેલ તમામ પાસાઓની વિસ્તૃત માહિતી લીધી હતી. સાથોસાથ કમિશનરે કંટ્રોલ સેન્ટરના વિશાળ સ્ક્રીન પર લાઈવ સચિત્ર નિદર્શન પણ નિહાળ્યું હતું. જેમાં આઈ-વે પ્રોજેકટની મદદથી સમગ્ર શહેરના રાજમાર્ગો અને અન્ય વિસ્તારનું નિરીક્ષણ, ટ્રાફિક મેનેજમેન્ટ, ક્રાઈમ ડીટેક્શન, સરકારી મિલકતોની દેખભાળ, મહાનગરપાલિકાના "સ્કાડા" હેઠળ વોટર વર્કસ અને ડ્રેનેજ શાખાનું વોટર મેનેજમેન્ટ, ટ્રાફિક નિયમ ભંગ બદલ જનરેટ થતા ઈ-ચલન વગેરેનો સમાવેશ થાય છે.
આ પ્રોજેકટના માધ્યમથી મનપા દ્વારા ઇસ્યુ કરવામાં આવતા ઈ-મેમો સંબંધી કામગીરી ઝડપી બનાવવા અને નિયમ ભંગના કિસ્સાઓમાં જે તે આસામીઓ પાસેથી વસૂલ કરવાની થતી દંડની રકમની રિકવરીની કામગીરી પણ વિના વિલંબે આગળ ધપાવવા મ્યુનિ. કમિશનરે સૂચના આપી હતી.


Loading...
Advertisement