કોંગ્રેસ પણ હવે સદસ્યતા અભિયાન શરુ કરશે

10 September 2019 07:50 PM
India Politics
  • કોંગ્રેસ પણ હવે સદસ્યતા અભિયાન શરુ કરશે

નવી દિલ્હી તા.10
દેશભરમાં એક બાદ એક રાજયમાંથી જે રીતે કોંગ્રેસમાં પલાયનવાદ વધ્યો છે તે જોતા પક્ષે હવે તમામ નેતાઓ અને કાર્યકર્તાઓને અલ્ટીમેટમ આપવા તૈયારી કરી છે જેનો પ્રારંભ બિહારથી જ થયો છે. બિહારમાં કોંગ્રેસના પ્રભારી અને ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહીલે ગઈકાલે પટણામાં પક્ષની બેઠકમાં કાર્યકર્તાઓને પક્ષ પ્રત્યેની વફાદારીને મહત્વ આપતા જણાવ્યું કે દરેકે પોતાની કામગીરી કરવી જ પડશે અને જેઓને તેમાં યોગ્ય લાગતુ ન હોય તેવો પક્ષમાંથી રાજીનામા આપી શકશે. શ્રી ગોહીલે પક્ષના કાર્યકર્તાઓને કોંગ્રેસની વિચારધારાને વધુ મજબૂત બનાવવાની આવશ્યકતા દર્શાવી હતી અને આ માટે દરેક કાર્યકર્તાએ તેના માટે જે ખાસ બેઠકો ફાળવાયેલી છેતેના પર ધ્યાન કેન્દ્રીત કરવાનું રહેશે. પક્ષના સંગઠનની દરેક બેઠકમાં પણ હાજરી આપવાનું રહેશે અને જે રીતે સંગઠન સાથે જોડાવાનું રહેશે. કોંગ્રેસ મહાત્મા ગાંધીના જન્મદિવસથી સદસ્યતા અભિયાન શરુ કરે તેવી શકયતા છે.


Loading...
Advertisement