ઓટોક્ષેત્રમાં મંદી મુદે સરકાર કેમ મૌન? પ્રિયંકાનો પ્રશ્ર્ન

10 September 2019 07:49 PM
India Politics
  • ઓટોક્ષેત્રમાં મંદી મુદે સરકાર કેમ મૌન? પ્રિયંકાનો પ્રશ્ર્ન

નવી દિલ્હી તા.10
દેશમાં મંદીનું વાતાવરણ હવે બોલવા લાગ્યુ છે અને હવે વિપક્ષે પણ સરકારને આડે હાથે લેવાનો પ્રારંભ કરી દીધો છે. કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ હાલ ઓટો ક્ષેત્રમાં મંદી મુદે મોદી સરકાર પર નિશાન ટાંકતા કહ્યું કે હવે સરકારે આંખ ખોલીને અર્ધતંત્રની સ્થિતિ નિહાળવી જોઈએ. દેશમાં ઓટો ક્ષેત્ર પરેશાનીમાંથી પસાર થઈ રહ્યું છે અનેતેની સીધી અસર ફકત વાહનોના વેચાણ નહી રોજગારી પર પણ થઈ છે અને નાના કારીગરો તથા કામદારોની મોટી ફોજ બેરોજગાર બની રહી છે ત્યારે સરકારે આ ક્ષેત્રની ચિંતા કરવી
જોઈએ.


Loading...
Advertisement