ભાજપના પ્રચારક સ્ટાઈલથી કોંગ્રેસ પ્રેરકની નિયુક્તિ કરશે

10 September 2019 07:46 PM
India Politics
  • ભાજપના પ્રચારક સ્ટાઈલથી કોંગ્રેસ પ્રેરકની નિયુક્તિ કરશે

નવી દિલ્હી તા.10
કોંગ્રેસ દ્વારા હવે સંગઠનને મજબૂત કરવા માટે આરએસએસ સ્ટાઈલથી આગળ વધવા તૈયારી કરી છે અને સંગઠનમાં દરેક તબકકે પ્રેરક તરીકે ખાસ વ્યક્તિની નિયુક્તિ કરશે અને તે સંપૂર્ણપણે સંગઠનનું કામ જ જોશે. સંઘમાં આ રીતે પ્રચારકને ભાજપમાં સંગઠન ક્ષેત્રે કામગીરી માટે મુકવામાં આવે છે અને કોંગ્રેસ પક્ષે તેમાંથી પ્રેરણા લીધી છે. અગાઉ કોંગ્રેસ સેવાદળ ચાલતુ હતુ અને તે કોંગ્રેસને સંગઠન ક્ષેત્રે મહત્વના ફીડબેક પુરુ પાડતુ હતુ પરંતુ સમય જતા સેવાદળનું કામ હવે લગભગ ખત્મ થઈ ગયું છે અને તેને ફરી બેઠુ કરવા માટે થયેલા પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે તેથી હવે પક્ષમાં પ્રેરક તરીકે ખાસ નિમણુંક કરવા નિર્ણય લીધો છે. દરેક પ્રેરકને પહેલા સંગઠનની માહિતી આપવા માટે સાત દિવસનો પ્રોગ્રામ ગોઠવવામાં આવશે અને તેમાં પક્ષના સીનીયર નેતાઓ હાજરી આપશે અને તેના આધારે તાલીમ પામેલા નેતાઓને પક્ષમાં અનેક સ્તરે ગોઠવવામાં આવશે. કોંગ્રેસ દ્વારા હવે તેના આ પ્રેરકની પોષ્ટમાં ખાસ ભરતી કરવા તૈયારી કરી છે અને તે દરેક વિધાનસભા અને લોકસભામાં કામગીરી
કરશે.


Loading...
Advertisement