ભારતમાં રાજયાશ્રમ માંગતા ઈમરાનના પક્ષના નેતા

10 September 2019 07:42 PM
India World
  • ભારતમાં રાજયાશ્રમ માંગતા ઈમરાનના પક્ષના નેતા

પત્ની, બાળકોને પંજાબ મોકલી દીધા પછી બલદેવકુમાર ભારતમાં: ઈમરાનને પાક. લશ્કર, આઈએસઆઈ નચાવે છે: પોલ ખોલી નાખી : ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના પૂર્વ ધારાસભ્ય કહે છે: લઘુમતીઓ પાક.માં સલામત નથી

ઈસ્લામાબાદ તા.10
ઈમરાનખાનની પાકિસ્તાન તેહરીક એ ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના પુર્વ ધારાસભ્ય પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર થઈ રહ્યાના આક્ષેપો કરી ભારતમાં રાજયાશ્રય મેળવવા પ્રયાસ કરી રહ્યા છે.
પાકિસ્તાનના ખૈબર પખ્તુનવા પ્રાંતની બારિકોટ અનામત બેઠકના પુર્વ ધારાસભ્ય 43 વર્ષીય બલદેવ કુમારે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં લઘુમતીઓ પર જુલમ થઈ રહ્યો હોવાથી તે ભારતમાં રાજયાશ્રય ઈચ્છે છે.
બલદેવ હાલમાં 6 મહિનાના વિઝા પર ભારતમાં છે. 12 ઓગષ્ટે ભારત આવ્યા એ પહેલાં બલદેવકુમારે તેની પત્ની અને બે બાળકોને લુધીયાણાના બન્ના ખાતે સગાને ત્યાં મોકલી આવ્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે દેશમાં ધાર્મિક લઘુમતીઓ પર દમન ગુજારવામાં આવી રહ્યું હોવાથી તેને તેના પરિવારને પાકીસ્તાન બહાર મોકલી દેવા ફરજ પડી હતી.
ખન્નામાં પરિવાર સાથે હાલમાં રહેતા કુમારે જણાવ્યું હતું કે તે હવે પાકિસ્તાન પણ જવા માંગતા નથી. પરિવારની સુરક્ષાથી ચિંતીત હોઈ તેણે સતાધારી રીતે ભારતમાં રાજયાશ્રય માંગવા નિર્ણય કર્યો છે.
ઈમરાનખાનની પોલ ખોલતા કુમારે જણાવ્યું હતું કે તે લઘુમતીઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ નીવડયા છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે પાકીસ્તાની લશ્કર અને આઈએસઆઈ ઈમરાનને નચાવે છે.
કુમારે જણાવ્યું હતું કે પાકીસ્તાનમાં સરકારી અને બિનસરકારી એજન્સીઓ મોયાપાયે ધાર્મિક પ્રતાડના કરે છે.
તેમણે જણાવ્યું હતું કે શિખ ધર્મગુરુની પુત્રીનું નાનકાના સાહિબ પ્રાંતમાં બળજબરીથી ધર્મપરિવર્તન કરાયા પછી પાકિસ્તાન લઘુમતીઓ માટે સલામત નથી રહ્યું તેવું તેમને સમજાયું છે.
બલદેવ કુમારે આશા વ્યક્ત કરી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમને ભારતમાં રાજયાશ્રય આપશે.
કુમારે જણાવ્યું હતું કે કલમ 370 નાબુદ કરાયા પછી પાકિસ્તાનમાં લઘુમતીઓ પરના અત્યાચાર વધ્યા છે.
ઉલ્લેખનીય છે કે એ વખતના ધારાસભ્ય સોહનસિંહની 2016માં હત્યા માટે બલદેવકુમાર સામે ખોટો આરોપ મુકવામાં આવ્યો છે. આ આરોપસર તેમને બે વર્ષ જેલમાં રાખવામાં આવ્યા હતા. 2018માં પુરાવાના અભાવે તેને છોડી મુકવામાં આવ્યા હતા.


Loading...
Advertisement