બ્રિટનનું માર્સ લેન્ડર બીગલ-2 પણ થયુ હતુ ગાયબ: 11 વર્ષ બાદ મળ્યુ

10 September 2019 07:41 PM
World
  • બ્રિટનનું માર્સ લેન્ડર બીગલ-2 પણ થયુ હતુ ગાયબ: 11 વર્ષ બાદ મળ્યુ

મુંબઈ તા.10
ભારરતના ચંદ્રયાન-2 મિશન અંતર્ગત ચંદ્રમાની સપાટી પાસે લેન્ડર વિક્રમના ગાયબ થવાથી મળવા સુધીના ઘટનાક્રમ વચ્ચે એ અંતરીક્ષ યાન વિશે જાણીએ જે કેટલા વર્ષો સુધી રહસ્ય બની રહ્યું હતું.
લાખો કિલોમીટરની સફર બાદ ચંદ્રથી નજીક બે કીલોમીટરની દૂરી પર ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનું ગાયબ થઈ જવુ અને ફરી સંપર્ક ટૂટી જવુ ત્યારબાદ ચાંદથી અથડાઈ વિક્રમ ઘાયલ થયુ. ફટાફટ દરેક અપડેટ બાદ નવા સમાચાર એ છે કે લેન્ડર વિક્રમ મળી ચૂકયું છે. તેને કોઈ નુકશાન નથી થયું અને તે ફરી પોતાનું કામ શરુ કરી શકશે.
વિક્રમના છુમંતર થવાથી સહી સલામત મળી જવાની વચ્ચે ભાવુકતા અને પ્રતિક્રિયાઓનો હોબાળો રહ્યો. પરંતુ આ પ્રકારની ઘટના અંતરીક્ષમાં થતી રહેતી હોય છે. અંતરીક્ષ યાન ખોવાતા અને મળતા રહેતા હોય છે. એવા જ એક દિલચસ્પ કહાની છે જયાં એક ગુમ થયેલ યાન રહસ્ય બની રહ્યું અને પછી વર્ષો બાદ રહસ્યનું ખુલાસો થયો.
ભારતનું મહત્વકાંક્ષી ચંદ્રયાન-2 મિશન સતત ચર્ચામાં રહ્યું છે. તાજી ઘટનાક્રમ શું એ પ્રજ્ઞાશા જાગે કે કોઈ અંતરીક્ષ યાન પહેલા પણ ગાયબ થઈને ફરી મળી શકયુ હોય? બ્રિયનનુ આ અંતરીક્ષ યાન 11 વર્ષો સુધી અંતરીક્ષનું એક રહસ્ય બનીને રહ્યું હતું.
જીવનની કેટલી સંભાવના અથવા સ્થિતિ હતી. જાણીતા જીવવિજ્ઞાની ચાર્લ્સ ડાર્વિન એ જે જહાજથી દુનિની સફર કરી હતી તેનું નામ એચએમએસ બીગલ હતું અને આ જહાજના નામ પર બ્રિટેનને મંગલ મિશનના યાનનું નામ બીગલ રાખ્યુ હતું.
2003માં ક્રીસમસના દિવસે જયારે મહત્વાકાંક્ષી બ્રિટીશ માર્સ લેન્ડરથી સંપર્ક ટૂટી ગયુ તો માત્ર બ્રિટન પરંતુ યુરોપીય સ્પેસ એજન્સીના કેટલા વૈજ્ઞાનિક તેનું કારણ સમાવામાં લાગી ગયા. યુરોપીય એજન્સીએ માર્ગ એકસપ્રેસ મીશનના ઓર્બીટર દ્વારા લેન્ડર બીગલ-2ને મંગળ સુધી ટ્રાન્સપોર્ટ કરવામાં આવ્યું હતું અને સંપર્ક ટૂટયા બાદ એવી તસ્વીરો મળી જ નહી જેનાથી જાણકારી મળે કે શું થયુ હતું.
કેટલાક મહીનાઓ બાદ જયારે બીગલ-2થી સંપર્ક ન થયુ તો આ મિશનને નિષ્ફળ માનને ભુલી જવાના પ્રયત્નો કર્યા. પરંતુ આ મીશનથી જોડાયેલ વૈજ્ઞાનિક આગામી ઘણા વર્ષો સુધી વિચારતા રહ્યા કે આખરે બીગલ-2 કેવી રીતે અને કયા ગાયબ થયુ? અંદાજીત 11 વર્ષ બાદ જયારે નાસાના એક મંગળનું જાસૂસી કરાયુ ઓર્બીટર પરિભ્રમણ કરતુહતુ ત્યારે તસ્વીરો પાડતુ હતું ત્યારે આ ઓર્બીટર એ હાઈરાઈઝ કેમેરાથી બીગલ-2ની કેટલીક તસ્વીરો મોકલી હતી. આ તસ્વીરોથી જાણકારી મળી કે આ લેન્ડર જે લોકેશન પર લેવું કરવાનું હતું તેનાથી 4.8 કિલોમીટર દૂર પડયું હતું અને મંગળના આ ભાગને ઈસીડીસ પ્લેનેશિયા ક્ષેત્રના નામથી ઓળખવામાં આવે છે. આ જાણકારી બાદ ફરી બ્રિટીશ સ્પેસ વૈજ્ઞાનિકોએ કારણ સમજવાના પ્રયત્નો કર્યા. નાસાને જે તસ્વીરો મળી તેનું વિશ્ર્લેષણ કર્યા બાદ પણ આગવુ મુશ્કેલ હતું કે હકીકતમાં થયુ શું હતું. ઓર્બીટરથી અલગ થયા બાદ લેન્ડર એ મંગળ પર સફળતાપૂર્વક લેન્ડીંગ તો કર્યુ હતું. પરંતુ લેન્ડીંગ દરમ્યાન અજ્ઞાત કારણોસર સોલર પેનલ ફેલ થવાના કારણે લેન્ડરની રેડીયો એન્ટીના બ્લોક થઈ ગયા. રેડીયો એન્ટીના વગર બીગલ-2નું સંપર્ક ટૂટી ગયુ હતું. આ પ્રકારની ઘણી ઘટના અંતરીક્ષ વિજ્ઞાનના ઈતિહાસમાં ઓછી નથી. 1999માં નાનાનું મંગલ, કલાયમેટ ઓર્બીટર આ રીતે ગાયબ થઈ ગયુ હતું. કારણ કે પ્રોજેકશનના ગણીતમાં ગડબડ થઈ હતી. એન્જીનીયરોની ટીમમાં કોઈએ ફીટ અને મીલ જેવા અંગ્રેજી એકમો સાથે ગણના કરી તો કોઈએ મેટ્રીક સીસ્ટમ મુજબ થયુ એહતું કે ઓર્બીટર જે પ્રોજેકટર હોવાનું હતું તેની વિરુદ્ધ નિકરી સંપર્ક બહાર થઈ ગયુ હતું. આ પહેલા 1992માં નાસાનુ જ માર્સ ઓબ્ઝર્વર ગાયબ થયુ હતું. જાણકારી મુજબ તેનું કારણ મંગળ પર પહોંચતા જ યાનના ફયુલ પાઈપમાં વિસ્ફોટ થયો હતો.


Loading...
Advertisement