તૃણમુલ કોંગ્રેસ-એનસીપી-ડાબેરી પક્ષો હવે રાષ્ટ્રીય પક્ષની માન્યતા બચાવવાની ચિંતામાં

10 September 2019 07:39 PM
India Politics
  • તૃણમુલ કોંગ્રેસ-એનસીપી-ડાબેરી પક્ષો હવે રાષ્ટ્રીય પક્ષની માન્યતા બચાવવાની ચિંતામાં

ચૂંટણીપંચની નોટીસ આપતા ફફડાટ: એક ચૂંટણી સુધી રાહતની માંગ

નવી દિલ્હી: છેલ્લા છ વર્ષમાં ભાજપના પ્રચંડ વિજય અનેક પ્રાદેશિક પક્ષોનું અસ્તિત્વ જ જોખમમાં મુકાઈ ગયુ છે અને હવે તૃણમુલ કોંગ્રેસ, ભારતીય સામ્યવાદી પક્ષ અને એનસીપી અને રાષ્ટ્રપક્ષ તરીકેના સ્થાનને બચાવવા ઝઝુમે છે. ગત લોકસભા ચૂંટણીમાં આ પક્ષના દેખાવના આધારે તેઓએ જે મતોની ટકાવારી મેળવી છે તેથી તેઓ રાષ્ટ્રીયપક્ષ તરીકેનો દરજજો ગુમાવે તેવી સ્થિતિ છે અને ચૂંટણી પંચ આ અંગેની કાર્યવાહી શરુ કરી તમામ પક્ષો જેઓ હવે રાષ્ટ્રીય પક્ષ તરીકે જરૂરી મતો મેળવવામાં નિષ્ફળ રહ્યા છે અને આ પક્ષે નોટીસના જવાબમાં તેઓ આગામી ચૂંટણીમાં સારો દેખાવ કરશે તેવી આશા આપીને તેમનો રાષ્ટ્રીય પક્ષો તરીકેનો દરજજો યથાવત રાખવા વિનંતી કરી છે.
એનસીપી-તૃણમુલ કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષે તેમના જવાબમાં જણાવ્યું છે કે તેઓની રાષ્ટ્રીય માન્યતાનું મૂલ્યાંકન ફકત એક જ ચૂંટણીના પરિણામોને આધારે કરવામાં આવે નહી. સામ્યવાદી પક્ષે તે દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી હોવાનો દાવો કરતા તથા સ્વતંત્રતા આંદોલનમાં પણ ભાગ લીધો હતો અને દેશના મુખ્ય રાજકીય પક્ષ તરીકેઅનેક મહત્વની ભૂમિકા પણ ભજવી છે. તૃણમુલ કોંગ્રેસે પણ તેને 2024ની લોકસભા ચૂંટણી રાષ્ટ્રીય પક્ષ તરીકે યથાવત રાખવા અપીલ કરી છે. આ પક્ષો ઉપરાંત બચવાનો રાષ્ટ્રીય પક્ષનો દરજજો પણ જોખમમાં છે પણ હાલમાં તેણે લોકસભામાં થોડો સારો દેખાવ કરતા રાહત છે.
એનસીપીએ તેઓએ 15 વર્ષ મહારાષ્ટ્રમાં સતામાં હતી અને તેથી તેને આ માટે યોગ્યતા હોવાનો દાવો કર્યો છે.


Loading...
Advertisement