અમદાવાદમાં મેઘગર્જના તથા કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદ: સર્વત્ર જળબંબાકાર: ઈમારત પર વિજળી ત્રાટકી

10 September 2019 07:37 PM
Ahmedabad Gujarat
  • અમદાવાદમાં મેઘગર્જના તથા કડાકા-ભડાકા સાથે તોફાની વરસાદ: સર્વત્ર જળબંબાકાર: ઈમારત પર વિજળી ત્રાટકી

નિચાણવાળા ભાગોમાં પાણી ઘરમાં ઘુસ્યા: તમામ માર્ગો જળબંબોળ: અઢી ઈંચ વરસાદ

અમદાવાદ તા.10
અમદાવાદમાં આજે વિજળીના કડાકા ભડાકા તથા આકાશી મેઘગર્જના સાથે તોફાની વરસાદ ખાબકતા મોટાભાગના વિસ્તારો જળબંબાકાર બન્યા હતા અને જનજીવન થોડો વખત સંપૂર્ણ સ્થગીત થઈ ગયુ હતું. ઠેકઠેકાણે ઘુંસણસમા પાણી ભરાયા હતા. વિમાની સેવાને અસર થઈ હતી. એક ઈમારત પર કડાકા સાથે વિજળી ત્રાટકતા તિરાડો પડી ગઈ હતી અને વિજ ઉપકરણો બળી ગયા હતા.
અમદાવાદમાં આજે સવારથી વાતાવરણ વાદળીયુ હતું જ. સવારે નવ વાગ્યાથી ધીમી ધારે ઝરમર વરસાદ શરૂ થયા બાદ એકાએક સાંબેલાધારે વરસવા ગયો હતો. એક જ કલાકમાં અઢી ઈંચ જેટલુ પાણી વરસી ગયુ હતું. પરિણામે શહેરના મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની હાલત ઉભી થઈ હતી. જશોદાનગર, સરસપુર, ગોમતીપુર, મણીનગર ઉપરાંત સેટેલાઈટ, શિવરંજની, બોપલ, શીલજ જેવા ભાગોમાં ઘુંટણસમા પાણી ભરાયા હતા. એસટી હાઈવે પરનો સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થયો હતો. ગોઠણડુબ પાણીમાં સંખ્યાબંધ વાહનો ખોટકાઈ પડયા હતા.
અમુક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા હતા. અનેક જગ્યાએ ડ્રેનેજ સીસ્ટમ ચોકઅપ થઈ જતા પાણી ઓવરફલો થયા હતા અને મકાનોમાં ઘુસી ગયા હતા. સરસપુર, ગોમતીપુર જેવા વિસ્તારોમાં હાલત વધુ ખરાબ થઈ હતી.
દોઢ કલાક સુધી તોફાની વરસાદથી જશોદાનગરથી એસપી રીંગરોડ સુધી કેડસમા પારી ભરાયા હતા અને વાહનવ્યવહાર સંપૂર્ણ ઠપ્પ થઈ ગયા હતા. સંખ્યાબંધ વાહનો બંધ પડી ગયા હતા.
વરસતા વરસાદ વચ્ચે તમામ માર્ગો પર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. અમદાવાદ મ્યુનીસીપલ કમિશ્ર્નર વિજય નેહરા પણ કંટ્રોલ રૂમ ગયા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. જો કે, કોઈ ગંભીર ઘટના ન હતી.
દરમ્યાન શહેરના સાઉથ બોપલમાં એક ઈમારત પર કડાકા સાથે વિજળી ત્રાટકી હતી. કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ ઈમારતમાં તિરાડો પડી હતી. ઉપરાંત વિજ ઉપકરણો બળી ગયા હતા. ભારે વરસાદથી વીઝીબીલીટી ઘટી ગઈ હતી પરિણામે મુંબઈ, દિલ્હી, પુના, કોચી સહીતની 17 ફલાઈટો મોડી પડી હતી.

Loading...
Advertisement