તાંબુ, સોનુ લઈ જાવ: અમને ઈન્ફ્રા પ્રોજેકટ આપો: આફ્રીકી દેશોની ભારતને ઓફર

10 September 2019 07:35 PM
Business India
  • તાંબુ, સોનુ લઈ જાવ: અમને ઈન્ફ્રા પ્રોજેકટ આપો: આફ્રીકી દેશોની ભારતને ઓફર

પ્રવાહીતાની, વિદેશી હુંડીયામણની ખેંચ અનુભવતા રાષ્ટ્રોની ભારત સાથે સાટા પદ્ધતિની ઓફર

નવી દિલ્હી તા.10
નાણાની શોધ થઈ નહોતી ત્યારે વિશ્ર્વમાં સાટા પદ્ધતિ ચાલતી હતી. એવું હવે રાષ્ટ્રો વચ્ચે પણ બની રહ્યું છે. પ્રવાહીતાની ખેંચ, વિદેશી હુંડીયામણની પુરાંતની કટોકટી અનુભવતા આફ્રિકન દેશો હવે ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટના બદલામાં ભારતને તાંબુ, સોના અને અન્ય ખનીજ આપવા તૈયારી બતાવી રહ્યા છે.
ઈસુના 600 વર્ષ પુર્વે મેસોપોર્ટેમિયન આદિજાતિઓ વેપારમાં સાટા પદ્ધતિનો ઉપયોગ કરતા હતા. ફીનીલિયન્સ પણ આ ધોરણે જ વેપાર કરતા હતા.
લાકો વર્ષ પુર્વેની આ વેપાર પદ્ધતિ કેટલાક આફ્રીકન દેશોએ પુન:સજીવ કરી છે. નાણા અથવા પુરતું વિદેશી હુંડીયામણ નહીં હોવાથી રોડ, રેલ અનેઅન્ય પાયાની સુવિધાઓ માટે રોકાણ મેળવવા સામે તે પોતાના ખનીજપદાર્થ રાખવા તૈયાર છે.
ઝાંબીયા, ધાના અને રવાંડા એમ ત્રણ દેશોએ ભારતને તાંબા, સોના જેવા ખનીજ પદાર્થોના બદલામાં ઈન્ફ્રાસ્ટ્રકચર બનાવી આપવા ઓફર કરી છે.


Loading...
Advertisement