કાશ્મીર બાબતે પાક.નું માનવાધિકાર પરિષદમાં ભારત સામે 115 પાનાનું જૂઠ

10 September 2019 07:16 PM
India Jammu Kashmir World
  • કાશ્મીર બાબતે પાક.નું માનવાધિકાર પરિષદમાં ભારત સામે 115 પાનાનું જૂઠ

કોઈ ઠરાવ આવે તો નાકામયાબ બનાવવા ભારતની તૈયારી

જિનીવા તા.10
જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજજો આપતી કલમ 370 નાબુદ કરાયા પછી પપાકિસ્તાન જાણે પોતાનો ગરાસ લુંટાઈ ગયો હોય તેમ જુદા-જુદા આંતરરાષ્ટ્રીય મેચો પર ભારત વિરુદ્ધ ઝેરીલો પ્રચાર કરી પ્રશ્ર્નનું આંતરરાષ્ટ્રીયકરણ કરવા મથી રહ્યું છે. બધે ઠેકાણે લપડાક ખાધા પછી તેણે આજે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ માં ભારત વિરુદ્ધ 115 પાનાના જૂથનું ફીંડલુ સોંપ્યું છે.
સોમવારથી શરુ થયેલા સંમેલનમાં 27 સપ્ટેમ્બર સુધી કેટલાય સત્રો યોજાશે. આ પરિષદના 47 સભ્યો છે. એમાં ભારત, પાકિસ્તાન અને ચીન પણ સામેલ છે.
જમ્મુ-કાશ્મીરની હાલની સ્થિતિને લઈ ભારત અને પાકીસ્તાન બન્ને એકબીજાની દલીલો તોડી પાડવા પ્રયાસ કરશે. પાકીસ્તાન ભારત સામે જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકાર ભંગ બદલ ઠરાવ લાવવા પુરુ જોર લગાવશે તો ભારત તેને ઘેરવામાં કોઈ કસર નહીં છોડે.
માનવાધિકાર પરિષદ પછી યુએનની સામાન્ય સભામાં પણ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન કાશ્મીર મુદો ઉઠાવી શકે છે. વડાપ્રધાન મોદી પણ એ જ દિવસે સંબોધન કરશે.
માનવાધિકાર પરિષદના હિમા સત્રના પ્રારંભે પ્રમુખ મિશેલ બાશસેટએ કાશ્મીર ઉપરાંત આસામમાં પણ માનવાધિકાર ભંગ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી.


Loading...
Advertisement