જુનાગઢના પ્રેરણાધામ ખાતે સનાતન ધર્મ સંમેલન: રણટંકાર

10 September 2019 07:15 PM
Junagadh Dharmik
  • જુનાગઢના પ્રેરણાધામ ખાતે સનાતન ધર્મ સંમેલન: રણટંકાર

મોરારીબાપુના સમર્થનમાં સમસ્ત સાધુ સમાજ આકરા પાણીએ: કોઈ કાળે માફી નહિ માંગે.. : આજના સંમેલનમાં મહામંડલેશ્ર્વરો, સંતો-મહંતો, વૈષ્ણવાચાર્યો તથા સાધુ સમાજ ઉપસ્થિત: મોટા દડવાના ગ્રામ્યજનો પૂ.મોરારીબાપુના સમર્થનમાં

જૂનાગઢ તા.10
હાલ સાધુ સંતોના નિવેદનોને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તે વિવાદોની વચ્ચે આજે બપોરના 3 કલાકે ભવનાથ તળેટીમાં આવેલા પ્રેરણાધામ ખાતે સનાતન ધર્મ અને સંગઠન શકિત માટે સનાતન ધર્મ સંમેલન મળી રહ્યું છે. આ સંત સંમેલનમાં મહા મંડલેશ્ર્વરો, વિવિધ જગ્યાઓના સંતો-મહંતો ગાદીપતીઓ, પીઠાધીપતીઓ, વૈષ્ણવાચાર્યો, ઉપરાંત ત્રીપાંખ સાધુ સમાજ ઉપસ્તિત રહેશે.
ભવનાથ તળેટીમાં આવેલ પ્રેરણાધામ ખાતે આવેલી જગ્યામાં આજે તા.10/9ના બપોર બાદ 3 કલાકે સનાતન ધર્મ સંમેલન યોજાશે. જેમાં વિવિધ સ્થળોએથી હોદેદાર સંતો મહા મંડલેશ્ર્વરો સાધુઓ ગાદીપતીઓ વૈષ્ણવાચાર્યો, ત્રીપાંખ સાધુ સમાજ આ સંમેલનમાં ઉપસ્થિત રહી સનાતન ધર્મ અને સંગઠન મજબૂત થાય તેનું ચીંતન કરશે. સનાતન ધર્મ તથા ધર્મની મર્યાદાઓની ચર્ચા કરશે.
મહંત
તાજેતરમાં કથાકાર મોરારી બાપુએ નીલકંઠ સ્વામી નારાયણ સંપ્રદાય વિષે લાડુડી ન થાય ઝેર પીવે તેજ નીલકંઠ કહેવાય તેવા ઉચ્ચારણોથી સ્વામીનારાયણ સંતો હરીભકતોમાં ભારે રોષ ફેલાયો છે અને વિવાદ ઉભો થતા નીલકંઠ વર્ણ ભગવાન મુદે મોરારીબાપુએ કરેલા વિધાનની માફી માંગે તેની માફી મોરારીબાપુએ માંગી લીધી છે. છતા આ મામલો વધુ ગુચવાતો જાય છે.
જુનાગઢ ભવનાથ સ્થિત રૂદ્રેશ્ર્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઈન્દ્રભારતી બાપુ મોરારીબાપુના સમર્થનમાં આવ્યા છે. તેમણે જણાવ્યું છે કે મોરારીબાપુ કોઈ કાળે માફી નહીં માગે અને તેને માફી માંગવા પણ નહીં દઈએ, મોરારીબાપુ સનાતન ધર્મના પ્રચારક છે. ત્યારે ધર્મની ટીકા કરનારને કોઈ કાળે સાંખી નહીં લેવાય, તુચ્છ માણસો માફી માંગવાનું કહે તે કેટલા અંશે યોગ્ય છે? સામાન્ય રીતે જમણા હાથે આશીર્વાદ આપવાના હોય છે. જયારે સ્વામીનારાયણ મંદિરમાં મૂર્તિઓ ડાબા હાથે આશીર્વાદ આપે છે. ડાબા હાથે આશીર્વાદ અપાય? તમે દુકાન ખોલીને બેઠા છો તમારી દુકાન સારી રીતે ચાલે છે. પરંતુ ધર્મનું જ્ઞાન ન હોય તેની માફી મંગાય? તમે માંગશો તો પણ અમે માંગવા નહીં દઈએ વળી બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ સ્વામીનારાયણને પગે લાગે છે તેવી વાતો કરે છે અને ફોટા મુકે છે. જયારે એક સ્વામીનારાયણ કથાકારે તો કહ્યું હતું કે ભગવાન સ્વામીનારાયણ ગીરનાર ગયા તો દત્તાત્રેય ભગવાન પ્રગટ થયાને કહ્યું કે હે પ્રભુ તમે દર્શન દીધા ને હું ધન્ય થઈ ગયો. આ બધુ ડીંડક છે. હાલમાં વિદ્રોહી ધર્મ પર આક્રમણ કરી હિન્દુ ધર્મને તીતર વીતર કરી રહ્યા છે. ત્યારે બૌધ જૈને સ્વામીનારાયણ વગેરે ફાટામાં ન પડતા બધા હિન્દુ છીએ તે ધ્યાન રાખજો. હિન્દુ વિચારધારા રાખો તેમજ સાહૈનું કલ્યાણ છે. સ્મશાનમાં લાકડા સાથે બળી જાય તે ભગવાન ન કહેવાય, લાડુડી ખાય તે નીલકંઠ નહીં, ઝેર પીવે તેને નીલકંઠ કહેવાય, નીલકંઠે ઝેર જ પીવે તે નીલકંડ કહેવાય લાડુડી ન ખાય સાહેબ સબકા બાપ હૈ, બેટા કીસી કા નહીં, બેટા બનકર અવતરે વો સાહેબ નહીં.
મોટા દડવા
મોટાદડવા સરપંચ, ગ્રામજનો તથા પત્રકાર બ્રિજેશ વેગડા તથા સૌ સાથી મીત્રો કહે છે ઝવેરચંદ મેઘાણીએ મહાત્મા ગાંધી વિશે લખેલ કવિતા છેલ્લો કટોરો પી જજો બાપુ અહીં બાપુ એ આ કટોરો કદાચ પી જ ગયા જે મોરારીબાપુને રામકથા રૂપી ગાથા ગાઈ છેલ્લે છેલ્લે આ પરિણામ મળ્યું પરંતુ આ તકે સૌ આપની સાથે છીએ આપના સમર્થનમાં છીએ તમે જે કહ્યું એ અભણ સમાન સ્વામિઓ અર્થના અનર્થ કરી ત્રણ વખત માફી માગ્યા પછી પણ પોતાનો હઠાગ્રહ ન છોડતા હોય આ માટે લોકો સાધુ સમાજ બ્રહ્મ સમાજ રાજગોર બ્રાહ્મણ સમાચ ચારણ સમાજ કાઠી ક્ષત્રિય સમાજ એક મેક થઈ ધર્મનો જય સનાતનીય પરંપરા સાથે કાયમ ઉભો છે.


Loading...
Advertisement