નવસારી, સુરત, ગાંધીનગર, વડોદરા સહીતનાં જીલ્લાઓમાં સવારથી સતત વરસાદ: ગણદેવીમાં પાંચ ઈંચ

10 September 2019 06:18 PM
Surat Gujarat
  • નવસારી, સુરત, ગાંધીનગર, વડોદરા સહીતનાં જીલ્લાઓમાં સવારથી સતત વરસાદ: ગણદેવીમાં પાંચ ઈંચ

સવારથી બપોર સુધીમાં 150 તાલુકાઓમાં હળવો-ભારે વરસાદ

રાજકોટ તા.10
ગુજરાતમાં મેઘરાજાએ મુકામ જ કરી રાખ્યો હોય તેમ એકધારો વરસાદ ચાલુ જ રહ્યો છે. સવારથી બપોર સુધી અંદાજીત દોઢસો તાલુકાઓમાં હળવો-ભારે વરસાદ નોંધાયો હતો.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના રીપોર્ટ પ્રમાણે નવસારીનાં ગણદેવીમાં ચાર કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબકયો હતો. સુરતના ચોર્યાસી ગીર સોમનાથનાં સુત્રાપાડા તથા જલાલપોર-નવસારીમાં ચાર કલાકમાં ચાર-ચાર ઈંચ વરસાદ પડયો હતો. સુરતના મહુવા, ગાંધીનગરનાં દેહગામ, સુરતનાં માંગરોળ, માંડવી, માલપુરમાં 2॥ થી 3 ઈંચ વરસાદ નોંધાયો હતો.પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા, તાપી, મહીસાગર, મહેસાણા, અરવલ્લી, વલસાડ, ભરૂચ, સહીતના જીલ્લાઓમાં બે બે ઈંચ વરસાદ પડયો હતો.રીપોર્ટમાં જણાવ્યા મુજબ રાજયનાં 150 જેટલા તાલુકાઓમાં હળવો-ભારે વરસાદ થયો છે. 50 થી વધુ તાલુકાઓમાં એકથી પાંચ ઈંચ વરસાદ પડયો હતો.


Loading...
Advertisement