કચ્છના મા આશાપુરામાં આસો નવરાત્રીની ઉજવણીની તૈયારીઓ : તા. 28ના રાત્રે ઘટસ્થાપન

10 September 2019 06:12 PM
kutch Dharmik
  • કચ્છના મા આશાપુરામાં આસો નવરાત્રીની ઉજવણીની તૈયારીઓ : તા. 28ના રાત્રે ઘટસ્થાપન

તા.પમી ઓકટો.ના રાત્રે ભવ્ય હોમાદિક ક્રિયા, અઘ્યક્ષસ્થાને રાજાબાવા શ્રી યોગેન્દ્રસિંહજી હવનમાં બીડું હોમશે : તા. 6ના નામદાર પ્રાગમલજી (ત્રીજા) મા આશાપુરાને સવારે જાતર(છત્રી) ચડાવશે : ભીતરમાં ભીનાશ, મનમાં મીઠાશ, હૈયામાં રામ, હોેઠે છે મા આશાપુરાનું નામ

રાજકોટ, તા. 10
ભકિત અને શકિતનો અનુપમ સંગમ એટલે નવરાત્રી પર્વ. ભારતીય સંસ્કૃતિની ઇમારત ધર્મ, જ્ઞાન અને ભકિતનો પાયા ઉપર જોડાયેલી છે. આ ભવ્ય સંસ્કૃતિમાં ઉપાસનાનું સ્થાન અલોકિક અને અનોખું છે. આસ્થાની ઓભતા અનેક દેવ-દેવીઓની નામરૂપ ધરી કામણગર કચ્છની ધન્યધરા માતાના મઢ બિરાજતા દેશદેવી મા આશાપુરાનું ભવ્ય મંદિર છે. જે 19મી સદીનું ભવ્ય તીર્થ ધામ છે.
જ્યાં આસો નવરાત્રી તથા ચૈત્ર નવરાત્રી ભવ્ય રીતે ઉજવાય છે. શકિત સહાર અને કલ્યાણકારી છે. મા આશાપુરાનું સ્વરૂપ અજોડ, અનોખું અલૌકિક છે. જ્યાં આસો નવરાત્રી તા. ર8/9 શનિવાર ભાદર વદ અમાસ રાત્રે 8 કલાકે ઘટસ્થાપન થશે. આસો સુદ-1 તા. ર9/9 રવિવાર શુભ દિવસે નવરાત્રી પ્રારંભ થશે. તા. પ/10 સુદ-7 શનિવારે રાત્રે 8 કલાકે હોમાદિક ક્રિયાનો પ્રારંભ થશે. જેના અઘ્યક્ષસ્થાને રાજાબાવા શ્રી યોગેન્દ્રસિંહજીના હસ્તે પૂજાવિધિ શરૂ થશે. હવનવિધિ ગોર મહારાજની યજ્ઞ આચાર્ય દેવકૃષ્ણ મુલશંકર વાસુ સમગ્ર પુજાવિધિ, શ્ર્લોક શ્રુતિ પાઠ દ્વારા થશે. રાજવી પરિવારના સભ્યો માઇ ભકતો આમંત્રીત મહેમાનો હાજર રહેશે. હવનમાં ફુલો ફળોથી આહુતિ થશે. હવનમાં બીડુ હોમવાનો સમય રાત્રીના 1ર.30 કલાકે રાજાબાવાશ્રી યોગેન્દ્રસિંહજી બીડુ હોમશે. આસો સુદ આઠમ તા. 6/10 રવિવાર કચ્છ રાજપરિવાર તથા ભકતો આમંત્રીત મહેમાનોની ઉપસ્થિતિમાં વિદિવિધાન રાજપરિવાર દ્વારા રાજવી કચ્છ મહારાવશ્રી પ્રાગમલજી (ત્રીજા) મા આશાપુરા માતાજીને જાતર (પત્રી) સવારે 8 કલાકે ચડાવશે.
સમગ્ર વાતાવરણ ભકિતમય બની જશે. મા આશાુપરાના ગુણગાન ગવાશે. આ સમયે મા આશાપુરા દ્વારા ફુલ સ્વરૂપે રાજવી પરિવારને જાતર(પત્રી)નો પ્રસાદ આપે છે. આ રીતે કલયુગમાં પણ ચમત્કાર ગણાય છે. જેને પત્રીનો પ્રસાદ કહેવાય છે. મા આશાપુરા પાસે રાજવી પરિવાર વંદનપૂર્વક પ્રાર્થના કરે છે. સમગ્ર દેશમાં વસ્તા માઇ ભકતોની રક્ષા કરશો. મા આશાપુરા સૌની મનોકામના પૂર્ણ કરશો. કચ્છ ભૂમિ મહિમાવંતી છે.
મા આશાપુરાના ભુવા બાધુભા રામસંગજી ચૌહાણ સેવા આપે છે. મા આશાપુરાના દર્શન કરવા નવલા નોરતામાં હૈયામાં હા અને હોઠે છે મા આશાપુરાનું નામ અવિરત જપતા રાસ ગરબાની રમઝટ માઇ ભકતો બોલાવશે. મા આશાપુરાના નામા જપતા અપાર શ્રદ્ધા અને વિશ્ર્વાસના સ્નેહ સાથે પગપાળા જે હાથ લાગ્યુ તે વાહન લઇ મા આશાપુરાના દર્શન કરવા સમગ્ર કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત, મહારાષ્ટ્રમાંથી વિશાળ સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. ભાવિકો મા આશાપુરાના દિદાર કરવા ભીતરમાં ભીનાશ કરી લાગણીના લીબાંશ ભરી મનની મીઠાશથી હૈયામાં હામ અને હોઠે છે મા આશાપુરાના નામ લેતા ઉર્મિના ઉછાળે મા આશાપુરાના દર્શન કરવા નવરાત્રી દરમ્યાન લાખો ભાવિકો મા આશાપુરા ધામ કચ્છ ખાતે આવે છે. સમગ્ર કચ્છમાં જગડુશાની દાતારી, ભિથા કકલની રાજભકિત, શ્યામકૃષ્ણ વર્માની દેશદાઝ, લાખો ફુલાની વિરતા, સંત મેકરણદાદાની માનવતા, જેસલની ભકિત, તોરલની શકિત આત્મ સમર્પણ આ ધરાને અજવાળી છે. કચ્છ માડુ રણને ઝરણ બનાવે રજને રજત કચ્છનું ખુમારવંતી પ્રજા મા આશાપુરાના દર્શન કરવા, પગપાળા આવતા ભાવિકોની વિનામૂલ્યે વિના સંકોચે સેવા એ જ ધર્મના ઉદેશની નાના મોટા કેમ્પો, સેવા કેન્દ્રો, નાતજાતના ભેદભાવના વગર ર4 કલાક નિસ્વાર્થ સેવા કચ્છી માડુ આપે છે. નવરાત્રી સમય દરમ્યાન શ્રીફળ વધેરવાની મનાઇ છે. માતાના મઢ જાગીર ટ્રસ્ટ દ્વારા ભાવિકો માટે રહેવા, જમવાની વિના મૂલ્યે સગવડ પુરી પાડવામાં આવ ેછે.
વિનોદભાઇ આર. પોપટ (મો. નં. 99799 07218) રાજકોટ


Loading...
Advertisement