સુરતમાં જિનાજ્ઞા ગ્રુપના પરેશભાઇના પરિવારના ત્રણ સદસ્યો પ્રવજ્યા ગ્રહણ કરશે : દીક્ષા મુહૂર્ત પ્રદાન

10 September 2019 05:41 PM
Surat Gujarat
  • સુરતમાં જિનાજ્ઞા ગ્રુપના પરેશભાઇના પરિવારના ત્રણ સદસ્યો પ્રવજ્યા ગ્રહણ કરશે : દીક્ષા મુહૂર્ત પ્રદાન
  • સુરતમાં જિનાજ્ઞા ગ્રુપના પરેશભાઇના પરિવારના ત્રણ સદસ્યો પ્રવજ્યા ગ્રહણ કરશે : દીક્ષા મુહૂર્ત પ્રદાન

આગામી તા. 1લી ફેબ્રુઆરીના પ્રવજ્યા મહોત્સવ : માતા, પુત્ર અને પુત્રી દીક્ષા ગ્રહણ કરશે : આ.ભ.પૂ. સોમસુંદરસૂરીજી મહારાજાની પાવન નિશ્રામાં

સુરતના જિનાજ્ઞા ગ્રુપના પરેશભાઇનો પરિવાર પ્રભુવીરના પંથે પ્રયાણ કરશે. પરેશભાઇની પત્ની રૂપાબેન, પુત્ર રત્નકુમાર તથા પુત્રી જિનાજ્ઞાકુમારી ત્રણેય મુમુક્ષુઓને આચાર્ય ભગવંત સોમસુંદરસૂરીજી મહારાજે ગઇકાલે 16 મુમુક્ષુઓની સાથે દીક્ષાનું મુહૂર્ત પ્રદાન કરેલ છે.
મુમુક્ષુઓની દીક્ષા આગામી તા. 1લી ફેબ્રુઆરીના નિર્ધારીત થઇ છે.
પરેશભાઇ પરિવારના દીક્ષાર્થી બાળકો રત્નકુમાર અને કુ. જિનાજ્ઞાએ બે વર્ષ પૂર્વે તામીલનાડુના ગિરનારની 99 યાત્રા, બાળ વયમાં ગિરનારની 99 યાત્રા સાથે ગિરનારની ચોવિહાર છઠ્ઠ તપ કરીને સાત જાત્રા કરી હતી અને સૌનુ દિલ જીતી લીધુ હતું. પરેશભાઇની પત્ની રૂપાબેન, રત્નકુમાર તથા કુ. જિનાજ્ઞાના વૈરાગ્ય ભાવ અનન્ય છે. તેમ યુનિ. રોડ જૈન સંઘના ટ્રસ્ટ નિલેશ કોઠારીએ જણાવેલ છે.


Loading...
Advertisement