ભચાઉ તાલુકાના વોધ ગામે સૈયદ સમાજની બેઠક યોજાઇ

10 September 2019 01:51 PM
kutch
  • ભચાઉ તાલુકાના વોધ ગામે સૈયદ સમાજની બેઠક યોજાઇ

ભચાઉ તથા રાપર તાલુકાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોની વરણી થઇ

(ગની કુંભાર) ભચાઉ, તા. 10
ભચાઉ તાલુકાના વોધ ગામે મઘ્યે સૈયદ સમનશા પીરની દરગાહ પર ભચાઉ તાલુકા તથા રાપર તાલુકાના સૈયદ સમાજ મીટીંગ મળેલ જેમાં ભચાઉ રાપર તાલુકાના સૈયદ સમાજ ના પમૂખ તથા ઉપ પ્રમુખ વરણી કરવામાં આવી જેમાં ભચાઉ તથા રાપર તાલુકાના સૈયદ સમાજ ના આગેવાનો મળી ને ભચાઉ તાલુકાના સૈયદ સમાજ ના પમૂખ સૈયદ મહમદશા પડલશા બાપુ વરણી કરી ઉપપ્રમુખ તરીકે જુશબશા હેદરશા જુના કટારીયા તથા મંત્રી સૈયદ લતીફ શા હાજી અલી અકબરશા નાની ચીર ઈ તથા ખજાનચી સૈયદ ઉસમાનશા હાજી કાશમશા સામખયારી તથા એજ્યુકેશન મંત્રી તાજમામદ સુલતાનશા બાપુ વરણી કરવામાં આવી.
રાપર તાલુકાના પ્રમુખ તરીકે સૈયદ અનવર શા બાપુ તેમજ ઉપ પ્રમુખ હેદરશા બાપુ સુવ ઈ વારા તથા મંત્રી હાશમશા ની વરણી કરવામાં આવી અનય એક ભચાઉ તથા રાપર તાલુકા બધા ગામમાંથી કારોબારી સદસ્ય વરણી કરવામાં આવી કચ્છ જીલ્લા સેયદ સમાજ હોદ્દેદાર તરીકે સેયદ હાજી અલીઅકબરશા ભચલશા નાની ચીરઇ વારા માડવી તાલુકાના પમૂખ સૈયદ કાદરશા બાપુ કચ્છ જીલ્લા ઉપપ્રમુખ તથા પ્રમુખ સૈયદ ઈમામશા સેયદ અબદુલ રશીદશા બાવા ગુલામે મુશતફા બાવા યુશુફ શા બાવા મોથારા તથા સૈયદ અલી અશગરશા ભચલશા, તથા મહેબૂબ શા બાવા સામખયારી વારા હાજર રહ્યા હતા તેમજ ભચાઉ તથા રાપર તાલુકાના સૈયદ સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા.


Loading...
Advertisement