ગ્લોબલ હીટીંગનો હાહાકાર: સ્વીડનનો પર્વત ઉંચા શિખરનું બિરુદ ગુમાવશે

10 September 2019 12:56 PM
India World
  • ગ્લોબલ હીટીંગનો હાહાકાર: સ્વીડનનો પર્વત ઉંચા શિખરનું બિરુદ ગુમાવશે

કુબ ને કેસ પર્વતનું દક્ષિણ શિખર ઉંચુ હતું કે ઉત્તરીય શિખર કરતાં નાનું થઈ ગયું

સ્ટોકહોમ તા.10
ગ્લોબલ હીટીંગના કારણે સ્વીડનનો પર્વત સૌથી ઉંચા શિખરનું બિરુદ ગુમાવશે. ધ્રુવ પ્રદેશમાં વધતા તાપમાનના લીધે શિખર પરના ગ્લેસિયર પીગળી રહ્યા હોવાથી આવું બન્યું છે.
કેટલાય વર્ષોથી ગ્લેસિયરનું માપ લેતા સ્ટોકહોમ યુનિવર્સિટીના પ્રોફેસર ગનહિલ્ડ મિનિલ હોસ્કવીસ્ટે જણાવ્યું હતું કે આ એક પ્રતીક છે. સ્વીડનમાં દરેકને આ દેખીતો અને સ્પષ્ટ સંકેત છે કે સ્થિતિ હવે બદલાઈ રહી છે.
આર્કિટીક સર્કલની 150 કીમી અંદર સ્વીડનની ઉતરે કેબનેકેસના બે શિખર છે. ગ્લેસિયર આચ્છાદીત દક્ષિણનું શિખર સુસજજ હાઈકર્સ માટે હાથવટું છે, પણ ઉત્તરીય પડોસમાં હીમયુક્ત શિખર અનુભવી પર્વતારોહકો માટે ખુલ્યું છે.
1980માં પહેલી વખત માપ લેવામાં આવ્યુ ત્યારે દક્ષિણનું શિખર ઉંચુ હતું. ચાલુ વર્ષે જયારે તેનું માપ લેવાયું ત્યારે ઉત્તરીય શિખર 096.8 મીટર ઉંચાઈ સાથે દક્ષિણ શિખર કરતાં 1.2 મીટર ઉંચુ જણાયું હતું.
આ વિજ્ઞાનીએ જણાવ્યું હતું કે કેબનેકેસના દક્ષિણ શિખરની ઉંચાઈ 1960ના દસકા કરતાં 24 મીટર ઓછી જણાઈ હતી, આ બધું સંકોચન બે દસકામાં બન્યું છે. દર વર્ષે ગ્લેસિયરે સરેરાશ એક મીટર ઉંચાઈ ગુમાવી છે.
જો કે વિન્ટર સ્નો અને આઈસની શરુઆત સાથે દક્ષિણી શિખર ટુંકા ગાળા માટે તેનું બિરુદ પાછું મેળવી શકે છે.


Loading...
Advertisement