ભારતમાં સરેરાશ આયુષ્ય વધ્યું: મહિલાઓ 70.4 વર્ષ ને પુરુષો 67.8 વર્ષનો દર

10 September 2019 12:38 PM
Health
  • ભારતમાં સરેરાશ આયુષ્ય વધ્યું: મહિલાઓ 70.4 વર્ષ ને પુરુષો 67.8 વર્ષનો દર

વૈશ્વિક સરેરાશ આયુષ્ય 72.6 વર્ષ: ભારતમાં 69 વર્ષ

નવી દિલ્હી તા.10
ભારતે જન્મ સમયેથી ગણતા સરેરાશ આયુષ્ય દરમાં સુધારો દર્શાવ્યો છે. સેમ્પલ રજીસ્ટ્રેશન સર્વે (એસઆરએસ)ના લેટેસ્ટ ડેટા મુજબ મહિલાઓ 70.4 વર્ષ અને પુરુષો 67.4 વર્ષ મળવાની ધારણા છે.
2012 થી 2016 વચ્ચેના ગાળામાં સરેરાશ આયુષ્ય 68.6 વર્ષ હતું, મહિલાઓ માટે એ 70.2 વર્ષ અને પુરુષો માટે 67.4 વર્ષ હતું.
શહેરોમાં મહિલાઓનું સરેરાશ આયુષ્ય 73.70 વર્ષ અને ગ્રામીણ વિસ્તારોમાં 69 વર્ષ હતું. એ સામે પુરુષોનું આયુષ્ય અનુક્રમે 71.20 વર્ષ અને 66.40 વર્ષ હતું.
રાષ્ટ્રીય સ્તરે સ્ત્રી-પુરુષ વચ્ચેના સરેરાશ આયુષ્યમાં 2-6 વર્ષનો તફાવત હતો. ઉતરાખંડમાં આ તફાવત 6.2 વર્ષ જેટલો હતો.
સતાવાળાઓના જણાવ્યા મુજબ સ્વચ્છતા, આવાસ અને શિક્ષણમાં સુધારાના કારણે આયુષ્ય દર વધ્યો છે, અને મૃત્યુ દરમાં સતત ઘટાડો થયો છે. શહેરો અને ગ્રામીણ વિસ્તારો વચ્ચે સરેરાશ આયુષ્યમાં તફાવત આ કારણે 2010-2014માં 4.8 વર્ષ હતો તે ઘટી 2013-17માં 4.7 વર્ષ થયો છે.
2013-2017 વચ્ચે ભારતનો સરેરાશ આયુષ્ય દર સુધર્યો હોવા છતાં વૈશ્ર્વિક સરેરાશ આયુષ્ય 72.6 કરતા ઓછો છે. યુએનના રિપોર્ટ મુજબ 2050 સુધીમાં વૈશ્ર્વિક સરેરાશ આયુષ્ય વધી 73.1 વર્ષ થશે.


Loading...
Advertisement