યુ.એસ. ઓપનમાં ચેમ્પીયન બનતો નડાલ

09 September 2019 07:36 PM
Sports
  • યુ.એસ. ઓપનમાં ચેમ્પીયન બનતો નડાલ

પાંચ ગેઈમની સંઘર્ષભરી રમત બાદ સ્પેનના ખેલાડીએ 19મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યું : રશિયાના ‘મેદવદેવ’ને પરાજીત કર્યા: હવે ફેડરરના 20 ગ્રાન્ડ સ્લેમના રેકોર્ડથી વિજય દૂર

ન્યુયોર્ક:
ટેનિસના એક મશહુર ગ્રાન્ડ સ્લેમ અમેરિકી ઓપનમાં ગઈકાલે પાંચ કલાકની રોમાંચક ફાઈનલમાં સેક્ધડ સીડેડ સ્પેનના રાફેલ નડાલે રશિયાના દાનિવ મેદવદેવનો પાંચ સેટની રમતમાં 7-5, 6-3, 5-7, 4-6 અને 6-4થી પરાજીત કરી ચોથી વખત યુએસ ઓપનનું ટાઈટલ જીતી લીધું છે.
તેની કેરીયરના આ 19માં ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે. જો કે તેના માટે આ ગેઈમ સરળ રહી ન હતી. તેણે ત્રીજા અને ચોથો સેટ ગુમાવતા મેચ જબરો રોમાંચક બની ગયો હતો. તેણે આ મેચ જીત્યા બાદ કેરીયરની સૌથી ભાવનાત્મક ક્ષણ ગણાવી હતી. જો કે ફકત 23 વર્ષની ઉમરે જ પાંચમા નંબરના ખેલાડી મેદવદેવની રમતે પણ સૌનું દિલ જીતી લીધુ હતું. નદાલે ફ્રેન્ચ ઓપન 12 વખત વિમ્બલ્ડન બે વખત, ઓસ્ટ્રેલિયન ઓપન 1 વખત અને યુએસ ઓપન 4 વખત જીત્યા છે અને હવે 20 વખત ગ્રાન્ડ સ્લેમ જીતવાથી તે ફકત 1 ગ્રાડ સ્લેમ વિજયથી દૂર છે.


Loading...
Advertisement