રવિશાસ્ત્રીને વાર્ષિક રૂા.10 કરોડ ચૂકવાશે

09 September 2019 07:29 PM
Sports
  • રવિશાસ્ત્રીને વાર્ષિક રૂા.10 કરોડ ચૂકવાશે

ગત પેકેજમાં 20%નો વધારો

નવી દિલ્હી: ટીમ ઈન્ડીયાના કોચ તરીકે ફરી પસંદ થયેલા રવિશાસ્ત્રીને વાર્ષિક રૂા.10 કરોડનું પેકેજ આપવામાં આવે તેવા સંકેત છે.
ક્રિકેટ બોર્ડ દ્વારા શાસ્ત્રીના ગત વર્ષના પેકેજમાં 20%નો વધારો કરવામાં આવશે જે રૂા.8 કરોડ હતું.
રવિશાસ્ત્રી 2021 સુધી ટીમ ઈન્ડીયાના કોચ તરીકે કામ કરશે. જયારે ટીમના કોચીંગ સ્ટાફમાં અન્ય સભ્યોના પેકેજમાં બોલીંગ કોચ ભારત અરુણને રૂા.3.50 કરોડ ફીલ્ડીંગ કોચ આર.શ્રીધર, વિક્રમ રાઠોડને રૂા.2.50 થી રૂા.3 કરોડ વચ્ચેની રકમ મળશે. આ તમામના નવા કોન્ટ્રાકટ 1 સપ્ટે. 2019થી અમલમાં આવી ગયા છે.


Loading...
Advertisement