એપલ કાલે ત્રણ નવા આઈફોન, વોચ મોડેલ લોન્ચ કરશે

09 September 2019 07:28 PM
Business
  • એપલ કાલે ત્રણ નવા આઈફોન, વોચ મોડેલ લોન્ચ કરશે

ઈવેન્ટના યુ-ટયુબ પર લાઈવ પ્રસારણ માટે કંપનીનું જાહેર આમંત્રણ : નવા મોડેલ આઈફોન એકસએલ સિરીઝનું સ્થાન લેશે

સાન ફ્રાન્સીસ્કો તા.9
આવતીકાલે કેલિફોર્નિયાના કુપરટિનોમાં એપલ પાર્ક હેડકવાર્ટસ ખાતે યોજાનારા વાર્ષિક આઈફોન ઈવેન્ટ માટે એપલે યુટયુબ પેજ ઈન્વીટેશન પોસ્ટ કર્યુ છે.
એપલના ઈતિહાસમાં પ્રથમવાર આઈફોન નિર્માતાએ યુટયુબ પર ઈવેન્ટના લાઈવ બ્રોડકાસ્ટીંગનો નિર્ણય કર્યો છે.
યુટયુબ પેજ પરના આમંત્રણમાં જણાવાયું છે કે કપરટીનો તમને આવકારે છે. 10 સપ્ટેમ્બરે ભારતીય સમય મુજબ રાતે 10.30 કલાકે સ્ટીવ જોઈસ થિયેટરથી એપલ સ્પેશ્યલ ઈવેન્ટ લાઈવ માટે અમારી સાથે જોડાવા આમંત્રણમાં જણાવાયું છે કે અમે રિમાઈન્ડર સેટ કરી શો પહેલા અપડેટ મોકલીશું.
કંપની આવતીકાલે તેના ત્રણ નવા આઈફોન મોડેલ જાહેર કરશે. ડી43 (આંતરીક નામ) કદાચ આઈફોન એકસએલ મેકસ, ડી42 (આંતરીક નામ) આઈફોન એકસએલ અને એન104 (આંતરિક નામ) આઈફોન એકસઆરનું કદાચ સ્થાન લેશે. આ,ફોનની એકસએલ સિરીઝનું સ્થાન લેનારા નવા આઈફોનના 11 મોડેલમાં પાછળના ભાગે ટ્રીપલ રિવર કેમેરા સેટઅપ હશે અને ત્રણેય સેન્સર પાછળની બાજુએ મુકવામાં આવશે. ઈવેન્ટ ખાતે એપલ અપગ્રેડેડ ટિટેનિયમ અને સિરેમીકમાં એપલ વોચ લોંચ કરે તેવી ધારણા છે. નવા વોચ મોડેલ 40 મીમી અને 44 મીમી બન્ને વર્ઝનમાં આવશે. એપલ કદાચ પ્રિમીયમ સ્ટ્રીમીંગ ક્ધટેન્ટ અને એપલ આર્કેડ સહીત એપલ ટીવી પ્લસની કિંમત પણ જાહેર કરશે. એપલ આર્કેડ ગેમીંગ સર્વિસ છે.


Loading...
Advertisement