લેન્ડર હેમખેમ, કોઈ નુકસાન થયું નથી: ઈસરો

09 September 2019 05:36 PM
India Technology World
  • લેન્ડર હેમખેમ, કોઈ નુકસાન થયું નથી: ઈસરો

ચંદ્રની ભ્રમણકક્ષામાં રહેલા ઓર્બિટરે વિક્રમની વધુ તસવીરો મોકલી:વધુ એક સારા સમાચાર પ્રાપ્ત: થોડું આડું લેન્ડ થયું છે: હવે સંપર્ક માટે પ્રયાસો તેજ: ઓર્બિટર રંગ રાખે છે

નવી દિલ્હી: ભારતના મહાત્વાકાંક્ષી મીશન મુનના અંતિમ તબકકામાં મુખ્ય યાનથી અલગ થયેલા લેન્કર-વિક્રમ જે લાપતા થયું હતું તેની ભાળ મળ્યા બાદ વધુ એક સારા સમાચાર મળ્યા છે. ઈસરોએ જાહેર કર્યુ છે કે લેન્ડર મુન સહી સલામત છે તે લેન્ડીંગ સમયે થોડું આડુ થયુ છે અનેતેને કોઈ નુકશાન થયું નથી. હવે તેના સંપર્કના પ્રયાસો તેજ બનાવાયા છે.
ઈસરોએ જાહેર કર્યુ છે કે ચંદ્રની ધરતી પર નિર્ધારીત સ્થળથી થોડે દૂર લેન્ડ થયેલા વિક્રમને કોઈ નુકશાન થયું નથી પણ તે તેની ઓરીજનલ લેન્ડીંગ સ્થિતિથી થોડું વાંકુ લેન્ડ થયું છે. હવે લેન્ડરની આયુ મર્યાદા 12 દિવસની છે અને તેથી તેનો સંપર્ક કરીને તેની સાથે રહેવા ‘રોવર’ ને અલગ કરવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. જેનાથી સમગ્ર અભિયાન 100% સફળતાને વરશે. આમ ભારતની આ સફળતા હવે નિશ્ર્ચિત થઈ છે. લેન્ડર તેના નિર્ધારીત સમયે મુખ્ય યાનથી અલગ થયા બાદ ‘લાપતા’ બન્યું હતું પણ ચંદ્રની આસપાસ ફરી રહેલા ઓર્બીટર તેને શોધી કાઢયું હતું અને ઓર્બીટરે જે તસ્વીરો મોકલી છે તેના પરની ઈસરોએ આ તારણ આપ્યું છે અને હવે તેને એકટીવ કરવાનું કામ હાથમાં લીધું છે. એક વખત લેન્ડર સાથે સંપર્ક શકય બનશે તો રોવર-પ્રજ્ઞાનને પણ ચંદ્રની ધરતી પર મુકવાની અને તેના પ્રયોગો શરુ થશે.


Loading...
Advertisement