ચોથા ટેસ્ટમાં ઈંગ્લેન્ડને પરાજીત કરી એશીશમાં સરસાઈ મેળવતું ઓસી

09 September 2019 03:07 PM
Sports
  • ચોથા ટેસ્ટમાં ઈંગ્લેન્ડને પરાજીત કરી એશીશમાં સરસાઈ મેળવતું ઓસી

2-1થી આગળ: 2001 બાદ એશીશ-ટ્રોફી ઈંગ્લેન્ડથી સ્વદેશ પરત આવશે: ટેસ્ટ રેન્કીંગમાં ચોથા સ્થાને

ઓલ્ડ ટ્રેફોર્ડ:
એશીશ શ્રેણીના ચોથા ટેસ્ટમેચમાં ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને 185 રનથી પરાજીત કરીને પાંચ ટેસ્ટમેચની શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે અને આ સાથે તે આઈસીસી ટેસ્ટ ચેમ્પીયનશીપ રેન્કીંગમાં 56 પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે જયારે ભારત 120 પોઈન્ટ સાથે નંબર વન પર છે. ઓસ્ટ્રેલિયાએ છેલ્લી એશીશ પણ જીતી હતી અને હવે આ શ્રેણીમાં તેણે જે સરસાઈ મેળવી છે તે જાળવી રાખવા તા.12 સપ્ટે.થી તે ઈંગ્લેન્ડ સામે ટકરાશે. ઈંગ્લેન્ડ હવે આખરી ટેસ્ટમાં શ્રેણી સરભર કરવા માટે પ્રયાસ કરશે.
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગ્સથી જ મેચ પર પકકડ જમાવી રાખી હતી અને આખરી ઈનિંગ્સમાં ઈંગ્લેન્ડને જીત માટે 383 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. જેના જવાબમાં ઈંગ્લેન્ડ 197માંજ ઓલઆઉટ થતા ઓસ્ટ્રેલિયા 185 રનથી વિજય મળ્યો હતો. આ સાથે આઈસીસી ટેસ્ટ રેન્કીંગમાં ભારતે વિન્ડીઝ સામે બે ટેસ્ટની શ્રેણી 2-0થી જીતીને 120 પોઈન્ટ મેળવ્યા છે. બીજા સ્થાને ન્યુઝીલેન્ડ છે. જેણે શ્રીલંકા સામે અને શ્રીલંકાએ કિવીઝ સામે 1 મેચ જીતી બન્નેને 60-60 પોઈન્ટ છે.
ઓસી 56 અને ઈંગ્લેન્ડ 1 મેચમાં જીતથી 32 પોઈન્ટ પર છે. ઓસી કેપ્ટન મેઈની આ સાથે 2001 બાદ ઓસીનો પ્રથમ કેપ્ટન બની શકશે.
જે ઈંગ્લેન્ડથી એશીશ પરત લઈને આવશે.


Loading...
Advertisement