શ્રીલંકાની ટીમનો પાક. પ્રવાસ મુશ્કેલીમાં: સીનીયર ખેલાડીઓ નહી જોડાય

09 September 2019 02:01 PM
India Sports
  • શ્રીલંકાની ટીમનો પાક. પ્રવાસ મુશ્કેલીમાં: સીનીયર ખેલાડીઓ નહી જોડાય

દશકા બાદ એક વિદેશી ટીમ રમવા તૈયાર થઈ હતી

કોલંબો: પાકિસ્તાનમાં વનડે અને ટી20ની શ્રેણી રમવા જવા શ્રીલંકાના અનેક ખેલાડીઓએ ઈન્કાર કર્યો છે. લાંબા સમય બાદ પાકિસ્તાનમાં કોઈ ક્રિકેટ શ્રેણી રમવા વિદેશી ટીમ પાક રમવા આવવા તૈયાર થઈ હતી 2009માં શ્રીલંકાની ટીમ પર જે રીતે પાકમાં ત્રાસવાદી હુમલો થયો હતો તે બાદ કોઈ ટીમ આ દેશમાં રમવા જવા તૈયાર નથી. હાલમાં પાક ક્રિકેટ બોર્ડ આ દુષ્કાળ ટાળવા માટે શ્રીલંકન ક્રિકેટ ટીમને ખાસ ઓફર સાથે તૈયાર કર્યુ હતું પણ ટીમના સીનીયર સભ્યો લસીથ માલીંગા અને એન્જલો મેથ્યુઝ સહીત અનેક સીનીયર્સ પાક સલામતી સામે પ્રશ્ર્ન ઉઠાવીને આ પ્રવાસમાં જોડાવાનો ઈન્કાર કર્યો હતો. શ્રીલંકાની ટીમને ત્રણ વનડે અને ત્રણ ટી20 મેચ રમવાનું આયોજન હતું પણ કેપ્ટન માલીંગાએ ઓલરાઉન્ડર મેથ્યુઝે પાક નહી જવા નિર્ણય કર્યો છે.


Loading...
Advertisement