ખોડિયાર મંદિર પાસે નદીમાં ત્રણ મહિલાઓ તણાઈ: બેનાં મોત: એકની શોધખોળ ચાલુ

09 September 2019 01:22 PM
Porbandar
  • ખોડિયાર મંદિર પાસે નદીમાં ત્રણ મહિલાઓ તણાઈ: બેનાં મોત: એકની શોધખોળ ચાલુ

રાણાવાવના આદિત્યાણા નજીક બરડા ડુંગર નજીક બરડા ડુંગરમાં એક કલાકમાં ચાર ઈંચ વરસાદ ખાબકતા કરૂણ બનાવ બન્યો: રઘુવંશી સમાજમાં શોક

(બી.બી. ઠકકર)
રાણાવાવ તા.9
રાણાવાવ શહેર અને તાલુકામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મન મુકી વરસી રહેલ છે ત્યારે ગઈકાલે છાયા ગામેથી રઘુવંશી પરિવારની ત્રણ મહિલાઓ આદિત્યાણા ગામ નજીક આવેલ બરડાડુંગરમાં ખોડીયાર માતાજીના દર્શન કરવા માટે આવેલ જેમાં બરડા ડુંગરમાં એક કલાકમાં ધોધમાર ચાર ઈંચથી વધુ વરસાદ પડી જતા બરડા ડુંગરની નદીમાં આવેલ ખોડીયાર માતાજીના મંદિર પાસેની નદીમાં ઓચીંતું પાણી ધોધમાર આવતા ત્રણ રઘુવંશી પરિવારની બહેનો તણાઈ ગયેલ જેમાં હિનાબેન મહેન્દ્રભાઈ બારાઈ તેમની પુત્રી શિવાંગીબેન તેમજ ધારાબેન રાજેશભાઈ કોટેચા (ઉ.40) બરડા ડુંગરમાં અચાનક ધોધમાર પાણીના પ્રવાહમાં તણાઈ જતા ત્રણમાંથી બેનાં મૃતદેહો સતાવાળાઓએ શોધી કાઢતા તેમની લાશને પીએમ માટે સરકારી દવાખાને લાવવામાં આવેલ હતા. જયારે શીવાંગીબેનના મૃતદેહનો રાત્રી સુધી મળી આવેલ ન હતો. હજુ રાણાવાવ પોલીસ પોરબંદર પોલીસ ફાયરબ્રીગેડ તેમજ મામલતદાર અને સતાવાળાઓ શોધખોળ મોડી રાત્રી સુધી કરી હતી.


Loading...
Advertisement