રાણાવાવના કિલેશ્ર્વર ડુંગર વિસ્તારમાં આભ ફાટયુ: 12 ઈંચ

09 September 2019 11:43 AM
Porbandar Gujarat
  • રાણાવાવના કિલેશ્ર્વર ડુંગર
વિસ્તારમાં આભ ફાટયુ: 12 ઈંચ

મેઘરાજા રૌદ્ર સ્વરૂપ ધારણ કરી વરસી પડતા જળાશયોમાં નવા નીર

(બી.બી.ઠકકર દ્વારા)
રાણાવાવ તા.9
રાણાવાવ નજીકના કિલેશ્ર્વર ડુંગર વિસ્તારમાં ગઈકાલે રાત્રીના આભ ફાટતા 12 ઈંચ પાણી પડી જતા આ વિસ્તાર જળબંબાકાર બની જવા પામેલ છે.
કિલેશ્ર્વર ડુંગર વિસ્તારમાં ગઈકાલે રાત્રીના મેઘરાજાએ હેત વરસાવાનું શરૂ કર્યા બાદ રૌદ્ર સ્વરૂપ પકડી લેતા આજે સવાર સુધીમાં 12 ઈંચ જેટલું ભારેખમ પાણી પડી જવા પામેલ છે. રાણાવાવ-પોરબંદર વિસ્તારમાં પણ મેઘરાજાએ ભારેખમ પાણી વરસાવી દીધું છે.
રાણાવાવ શહેર અને તાલુકામાં છેલ્લે છેલ્લે મેઘરાજાએ મહેરબાની કરતા આજ સવાર સુધીનો 608 મીમી વરસાદ નોંધાયેલ છે. જયારે પોરબંદર જીલ્લાને પીવાનું પાણી પુરું પાડતા ખંભાળા અને ફોદાળા ડેમ છલકવામાં હજુ પાંચ પાંચ ફુટ બાકી છે.
જોકે બરડાડુંગરમાં ગત રાત્રીનો ધોધમાર વરસાદ હોવાના અહેવાલો મળે છે. વડવાળા કંડોરણામાં ભારે વરસાદ ગતરાત્રીનો હોવાનો સમાચારો મળેલ છે.c


Loading...
Advertisement