હિમેશ રેશમિયા બાદ રાનૂ મંડલનો સલમાનખાન સાથે ગીત ગાતો વીડિયો વાયરલ

09 September 2019 10:53 AM
Entertainment
  • હિમેશ રેશમિયા બાદ રાનૂ મંડલનો સલમાનખાન સાથે ગીત ગાતો વીડિયો વાયરલ

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એવું દર્શાવવામાં આવ્યું છે કે, સલમાન ખાન (Salman Khan) અને રાનૂ મંડલ (Ranu Mondal) સાથે ગાઇ રહ્યાં છે.

મુંબઈ: રાનૂ મંડલ (Ranu Mondal) સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. ઇન્ટરનેટ પર તેનાં નામથી ઘણી વાતો વાયરલ થઇ રહી છે. ક્યારેક રાનૂ મંડલનાં દીકરાની ખબર તો ક્યારેક દીકરીની.. ક્યારેક ઘરની તો ક્યારેક નવાં નવાં પ્રોજેક્ટ્સની. રાનૂ મંડલનાં નામથી હાલમાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. તેમાં રાનૂને સલમાન ખાન (Salman Khan)ની સાથે ગાતી નજર આવે છે. જેણે પણ આ વીડિયો જોયો છે તે એક સેકેન્ડમાં પકડી પાડશે કે આ વીડિયો નકલી છે.

આ વીડિયોમાં આપ જોશો કે સલમાન ખાન રેકોર્ડિંગ સ્ટૂડિયોમાં નજર આવે છે. તે અહીં ગીત ગાવાની પ્રેક્ટિસ કરી રહ્યો છે. અને બાદમાં કહે છે કે મને જરાં અવાજ સંભળાવી દો.. સલમાનનાં એવું કહ્યાં બાદ રાનૂ મંડલનો અવાજ આવે છે. અને વીડિયો એડિટ કરી તે રાનૂની તે વીડિયો ફિટ કરે છે જેમાં તે હિમેશની સાથે ગીત ગાઇ રહી હોય. આ વીડિયો વાયરલ 07 નામનાં ફેસબૂક પેજ પર શેર કરવામાં આવ્યો છે. જે અત્યાર સુધીમાં હજારો લોકો જોઇ ચુક્યા છે. આ વીડિયો સંપૂર્ણ નકલી છે. કારણ કે અત્યાર સુધીમાં સલમાન ખાન સોશિયલ મીડિયા સ્ટાર રાનૂને મળ્યો જ નથી.

રાનૂ મંડલ ઇન્ટરનેટ પર એક પ્યાર કા નગમા હૈ.. સોન્ગ ગાયું હતું. આ ગીતને લાખો યૂઝર્સે શેર કરી. જે બાદ તે હિમેશ રેશમિયાની ફિલ્મ 'હેપી હાર્ડ એન્ડ હીર' નું ગીત ગાઇને સેલિબ્રિટી બની ગઇ છે. હાલમાં તેની પાસે ઘણી ફિલ્મોમાં ગીતો
ગાવાની ઓફર છે.


Loading...
Advertisement