સ્પીન જાદુગર અબ્દુલ કાદીરનું નિધન

07 September 2019 07:09 PM
Sports
  • સ્પીન જાદુગર અબ્દુલ કાદીરનું નિધન

63 વર્ષની વયે હૃદયરોગનો હુમલો જીવલેણ નિવડયો

લાહોર તા.7
પાકિસ્તાનના પુર્વ સ્પીનર અબ્દુલ કાદીરનું લાહોરમાં 63 વર્ષની વયે નિધન થયું છે. કાદીર એ 1977 થી 1990 સુધીની તેની કારકિર્દીમાં અનેક પ્રકારના સીમાચિહનો હાંસલ કર્યા હતા. કાદીરને ચાર પુત્રો અને એક પુત્રી છે. જેમાં પાકિસ્તાનના વર્તમાન સ્ટાર બેટસમેન તથા વિકેટકીપર ઉમર અકમલ એ કાદીરના જમાઈ થાય છે. અબ્દુલ કાદીરને હૃદયરોગનો તિવ્ર હુમલો આવ્યો હતો અને હોસ્પીટલે ખસેડાય તે પુર્વે જ તેનું નિધન થયું હતું.
નિવૃતિ બાદ તેને પાકિસ્તાનની ટીમના મુખ્ય પસંદગીકાર તરીકે કામગીરી કરી હતી. પરંતુ અચાનક જ તેને પાક ક્રિકેટ બોર્ડના ચેરમેન એઝાઝ બટ્ટ સાથે સોહીબ અખ્તરની પસંદગી મુદે વિવાદ સર્જાતા તેને રાજીનામું આપી દીધુ હતુ અને તેઓ પાક ક્રિકેટ બોર્ડના ટીકાકાર બની રહ્યા હતા. 2009માં મુખ્ય પસંદગીકાર તરીકે તેને જે ટીમ પસંદ કરી તે ટીમે ટી20 વર્લ્ડકપ જીત્યો હતો. પાકના હાલના વડાપ્રધાન અને ઈમરાનખાન સાથે તેને અત્યંત નજીકના સંબંધો હતા અને ઈમરાનની કેપ્ટન્સી હેઠળ જ તેણે ફૈઝલાબાદમાં વેસ્ટઈન્ડીઝ સામે 56 રનમાં 9 વિકેટ લઈને રેકોર્ડ સર્જયો હતો. પાકિસ્તાનમાં તેને કાંડાના જાદુગર તરીકે ગણાવાયો હતો. 1987-88માં ઈંગ્લેન્ડ સામે તેણે બે ઈનિંગ્સમાં 121 રનમાં 13 વિકેટ ઝડપી જે તેની કેરીયરનો શ્રેષ્ઠ સમય પુરવાર થયો હતો. પ્રથમ ઈનિંગ્સમાં 56 રનમાં 9 અને બીજી ઈનિંગ્સમાં 45 રનમાં ચાર વિકેટ તેમણે ઝડપી હતી.


Loading...
Advertisement