ચંદ્રયાન-2નો ઘટનાક્રમ: જાણો અથથી ઈતિ સુધીની વિગતો

07 September 2019 05:07 PM
India Technology
  • ચંદ્રયાન-2નો ઘટનાક્રમ: જાણો અથથી ઈતિ સુધીની વિગતો

ચંદ્રયાન-2નો પૃથ્વી સાથે સંપર્ક તૂટયા બાદ હવે ચંદ્રની પ્રદક્ષિણા કરતું ઓર્બીટર આશાનું કિરણ

નવી દિલ્હી તા.7
ભારતનું મહત્વાકાંક્ષી મૂનમિશન ચંદ્રયાન ગઈકાલે મોડીરાત્રે ચંદ્રથી માત્ર 2.1 કિલોમીટરથી દૂર પર હતું ત્યારે પૃથ્વી સાથે તેનો સંપર્ક તૂટી ગયો હતો. તેમ છતાંહજુ આશા ખતમ નથી થઈ, હવે ચંદ્રથી 900 કિલોમીટર દૂર ચંદ્રનું ચકકર મારતા ઓર્બીટર પર આશાઓ રખાઈ રહી છે, હવે મિશનની જવાબદારી ઓર્બીટર પર છે. ઉલ્લેખનીય છે કે ચંદ્રયાન-2ના ત્રણ ભાગ હતા- પ્રથમ ઓર્બીટર, બીજુ લેન્ડર વિક્રમ અને ત્રીજુ રોવર પ્રજ્ઞાન. હાલ લેન્ડર રોવર સાથે સંપર્ક તૂટી ગયો છે ત્યારે આવો, ચંદ્રયાન-2 મિશનની અથથી ઈતિ સુધીની જાણકારી
* 12 જૂન- ઈસરોના અધ્યક્ષ કે સિવને જાહેરાત કરી હતી કે ચંદ્રના પર જવા માટે ભારતનું બીજું મિશન ચંદ્રયાન-2ને 15 જુલાઈએ પ્રક્ષેપિત કરવામાં આવશે.
* 29 જૂન- દરેક પરીક્ષણો બાદ રોવરને લેન્ડર વિક્રમ સાથે જોડવામાં આવ્યું.
* 29 જૂન- લેન્ડર વિક્રમને ઓર્બીટર સાથે જોડવામાં આવ્યું.
* 4 જુલાઈ- ચંદ્રયાન-2ને પ્રક્ષેપણ યાન (જીએસએલવીએમકે તૃતીય- એમ 1) સાથે જોડવાનું કામ પુરું કરાયું.
* 7 જુલાઈ- જીએસએલવીએચકે તૃતીય- એમ-1ને લોન્ચ પેડ પર લાવવામાં આવ્યું.
* 14 જુલાઈ- 15 જુલાઈએ જીએસએલવીએમકે તૃતીય- એમ-1 ચંદ્રયાન-2ના પ્રક્ષેપણની ઉલટી ગણતરી શરુ થઈ.
* 15 જુલાઈ- ઈસરોએ માત્ર એક કલાક પહેલા પ્રક્ષેપણ યાનમાં ટેકનીકલ ખામીના કારણે ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ ટાળી દીધું હતું.
* 18 જુલાઈ- ચંદ્રયાન-2ના પ્રક્ષેપણ માટે શ્રી હરિકોટાના બીજા લોન્ચ પેડથી 22 જુલાઈના બપોરે 2 વાગ્યે 43 મીનીટનો સમય નકકી કરાયો.
* 21 જુલાઈ- જીએસએલવીએમકે તૃતીય એમ-1/ ચંદ્રયાન-2ના પ્રક્ષેપણ માટે ઉલટી ગણતરી શરુ થઈ.
* 22 જુલાઈ- જીએસએલવીએમકે તૃતીય એમ-1 એ ચંદ્રયાન-2ને સફળતાપૂર્વક પ્રક્ષેપિત કર્યું.
* 24 જુલાઈ- ચંદ્રયાન-2 માટે પૃથ્વીની કક્ષા પ્રથમવાર સફળતાપૂર્વક વધારવામાં આવી.
* 26 જુલાઈ- બીજીવાર પૃથ્વીની કક્ષા વધારવામાં આવી.
* 29 જુલાઈ- ત્રીજી વાર પૃથ્વીની કક્ષા વધારવામાં આવી.
* 2 ઓગષ્ટ- ચોથી વાર પૃથ્વીની કક્ષા વધારવામાં આવી.
* 4 ઓગષ્ટ- ઈસરોએ ચંદ્રયાન-2 દ્વારા લેવામાં આવેલી પૃથ્વીની તસ્વીરોનો પ્રથમ સેટ જાહેર કર્યો.
* 6 ઓગષ્ટ- પાંચમી વાર પૃથ્વીની કક્ષા વધારવામાં આવી.
* 14 ઓગષ્ટ- ચંદ્રયાન-2એ સફળતાપૂર્વક લ્યુનર ટ્રાન્સફર ટ્રેનકારીમાં પ્રવેશ કર્યો.
* 20 ઓગષ્ટ- ચંદ્રયાન-2 સફળતાપૂર્વક ચંદ્રમાની કક્ષામાં પહોંચ્યું.
* 22 ઓગષ્ટ- ઈસરોએ ચંદ્રમાની સપાટીથી લગભગ 2650 કિલોમીટરની ઉંચાઈ પર ચંદ્રયાન-2ના એલઆઈ-4 કેમેરાથી લેવામાં આવેલી ચંદ્રમાની તસ્વીરોનો પ્રથમ સેટ જાહેર કર્યો.
* ઓગષ્ટ- ચંદ્રમાની કક્ષાને બીજીવાર વધારવામાં આવી.
* 26 ઓગષ્ટ- ઈસરોએ ચંદ્રયાન-2ના ટેરેન મેપીંગ કેમેરા-2થી લેવાયેલી ચંદ્રમાંની સપાટીની તસ્વીરોના બીજા સેટને જાહેર કર્યો.
* 28 ઓગષ્ટ- ત્રીજીવાર ચંદ્રમાની કક્ષા વધારવામાં આવી.
* 30 ઓગષ્ટ- ચોથીવાર ચંદ્રમાની કક્ષા વધારવામાં આવી.
* 1 સપ્ટેમ્બર- પાંચમી અને અંતિમ વાર ચંદ્રમાંની કક્ષા વધારવામાં આવી.
* 2 સપ્ટેમ્બર- લેન્ડર વિક્રમ સફળતાથી ઓર્બીટરથી અલગ થયું.
* 3 સપ્ટેમ્બર- વિક્રમને ચંદ્રમાની નજીક લાવવા માટે પ્રથમ ડી-ઓર્બેટીંગ પ્રક્રિયા પુરી થઈ.
* 4 સપ્ટેમ્બર- બીજી ડી- ઓર્બીટીંગ પ્રક્રિયા પુરી થઈ.
* 7 સપ્ટેમ્બર- લેન્ડર ‘વિક્રમ’ ને ચંદ્રમાંની સપાટી તરફ લાવવાની પ્રક્રિયા 2.1 કિલોમીટરની ઉંચાઈ સુધી સામાન્ય અને યોજનાને અનુરૂપ રહી, પણ બાદમાં લેન્ડરનો સંપર્ક જમીની સ્ટેશનથી તૂટી ગયો.


Loading...
Advertisement