ચંદ્રયાન-ટુનુ ઉડાન ગત વર્ષે પણ સંપર્કની ક્ષતિને કારણે મુલત્વી રખાયુ હતું

07 September 2019 04:59 PM
India Technology
  • ચંદ્રયાન-ટુનુ ઉડાન ગત વર્ષે પણ સંપર્કની ક્ષતિને કારણે મુલત્વી રખાયુ હતું

ઈસરોએ છોડેલા જીએસએટી-6એ ઉપગ્રહ ચંદ્રયાન માટે કોમ્યુનીકેશન પ્લેટફોર્મ બનનાર હતું પરંતુ તે નિષ્ફળ જતા જીએસએટી-11 છોડાયો

નવી દિલ્હી તા.7
ભારતનાં ચંદ્રયાન પ્રોજેકટ-ટુની નિષ્ફળતામાં ઉપગ્રહની પણ ભૂમિકા હોઈ શકે છે તેવા સંકેત છે. વાસ્તવમાં ચંદ્રયાન-ટુ ગત વર્ષે જ ઓકટોબરમાં રવાના થવાનું હતું પરંતુ તે સમયે ઈસરો દ્વારા કોમ્યુનીકેશન માટે છોડાયેલા મીલીટ્રી સેટેલાઈટ જીએસએટી-6એ નિષ્ફળ જતા તેના કારણે ચંદ્રયાનનું લોન્ચીંગ પણ મુલત્વી રાખવામાં આવ્યું હતું. આ ઉપગ્રહ માર્ચ મહિનામાં છોડવામાં આવ્યો હતો અને તેનું મુખ્ય કામ લશ્કરી સંદેશાવ્યવહાર માટેનું પ્લેટફોર્મ બનાવવા માટેનું હતું. પરંતુ ઈસરોએ આ ઉપગ્રહ સાથેનો સંપર્ક ગુમાવી દેતા તેના કારણે ચંદ્રયાન-ટુના પ્રોજેકટને પણ ધકકો લાગી ગયો હતો. જીએસએટી-6એ અવકાશમાં રવાના કરાયા બાદ તેને નિશ્ર્ચિત બ્રહ્મણકક્ષામાં સ્થાપવા માટે જે સેક્ધડ ફાયરીંગ કરાયુ તે નિષ્ફળ રહ્યું અને આ ઉપગ્રહ બ્રહ્માંડમાં અદ્રશ્ય થઈ ગયુ. આ પછી ઈસરોએ કોઈ ચાન્સ ન લેતા જીએસએટી-11ને ફ્રેન્ચ ગુયાના સેટેલાઈટ સેન્ટર પરથી છોડયો હતો અને તેના અને ચંદ્રયાનના વચ્ચે કોન્ટેકટ સ્થાપિત થયો હતો. બાદમાં ચંદ્રયાન-ટુ ને ચાલુ વર્ષે જુલાઈમાં એક વખત મુલત્વી રખાયા બાદ ફરી છોડવામાં આવ્યો છે. ઓગષ્ટ 2017માં ઈસરોનો પીએસએલવી-સી39 સેટેલાઈટ પણ નિષ્ફળ રહ્યો
હતો.


Loading...
Advertisement