પોરબંદરના કાટવાણા ગામ પાસે 12 લાખની કિંમતની 3480 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

07 September 2019 02:46 PM
Porbandar Crime
  • પોરબંદરના કાટવાણા ગામ પાસે 12 લાખની કિંમતની 3480 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

કુલ 25 લાખના મુદામાલ સાથે એક શખ્સ ઝડપાયો

જામખંભાળીયા તા.7
ગુજરાતના પોલીસ મહાનિદેશક દ્વારા દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે સખત સુચના આપેલ હોય, જે અનુસંધાને શુક્રવારે જૂનાગઢ રેન્જ આઇ.જી. સુભાષ ત્રિવેદી તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.પાર્થરાજસિંહ ગોહીલની સુચના અને માર્ગદર્શન હઠેળ એલ. સી. બી. પોલીસ ઈન્સ. પી.ડી.દરજી તથા પી. એસ. આઈ. એચ.એન.ચુડાસામા, એલ.સી.બી. અને એસ.ઓ.જી. સ્ટાફ સાથે નાઇટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન એલ.સી.બી.દેવભુમિ દ્રારકાના પી. આઈ. એમ.ડી ચંદ્રાવાડીયા તથા પો.સબ ઇન્સ. વી.એમ.ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે સયુકત સ્ટાફ સાથે પોરબંદર કાટવાણા ગામે કેનાલ કાંઠે આરોપી સુરા ભાયા મોરી (ઉ.વ.28 રહે. ફુલીવાવનેશ નાગકા ગામ, તા.જી.પોરબંદર )વિગેરે આઠ જેટલા શખ્સો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો રાખી હેરાફેરી કરે છે. જે આધારે ત્યાં દરોડો પાડતાાં IMFL (1) Mc Dowell's No.1 SUPERIOR WHISKY ની 750 એમ એલ બોટલ નંગ-1296 તથા (2)BLUE MOOD Premium WHISKY બોટલ નંગ-2052 (3) ROYAL CHALLENGE Classic Premium WHISKY ની બોટલ નંગ-132 મળી કુલ બોટલ નંગ-3480 ની કુલ કિ.રૂ.11,70,240/- તથા હેરફેરીમા ઉપયોગમા લીધેલ વાહન વોકસવેગન વેન્ટો મોટરકાર તેમજ મોટરસાયકલ અને ટાટા કંપનીનો ટ્રકની કુલ કિ.રૂ.13,30,000/- મળી કુલ કિ.રૂ.25,00,740/- ના મુદ્દામાલ સાથે આરોપી સુરા ભાયા મોરી (ઉ.વ.28 રહે. ફુલીવાવનેશ નાગકા ગામ, તા.જી.પોરબંદરનો ) પકડાઇ જઇ તેની વિરૂઘ્ધ બગવદર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશનનો અંગે ગુન્હો નોંધાવી પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં નોંધપાત્ર સફળતા મેળવેલ છે.


Loading...
Advertisement