જીલ્લા કક્ષાએ અંડર-14 ગર્લ્સ બાસ્કેટ બોલ ટીમ પ્રથમ: રાજયકક્ષાએ રમશે

07 September 2019 02:16 PM
Botad
  • જીલ્લા કક્ષાએ અંડર-14 ગર્લ્સ બાસ્કેટ બોલ ટીમ પ્રથમ: રાજયકક્ષાએ રમશે

બોટાદની જીનીયસ ઈન્ટ. સ્કૂલ

(દિનેશ બગડીયા) બોટાદ તા.7
જીનીયસ ઈન્ટરનેશનલ સ્કુલની અંડર-14 ગર્લ્સ બાસ્કેટબોલ ટીમ જીલ્લા કક્ષાએ પ્રથમ આવી રાજય કક્ષાએ રમવાજશે જે ટીમમાં હર્ષી ઝાંઝરુકીયા, આસ્થા ભટ્ટ, પરિમિતા સાહુ, પ્રાથિ, માહીન ગઢીયા, હસ્તી ગાંભવા, તેજશ્રી, આયુશીએ સ્પર્ધામાં ભાગ લીધો હતો. બોયઝ બાસ્કેટ ટીમ જીલ્લાકક્ષાએ બીજા નંબરે વિજેતા થઈ રાજય કક્ષાએ રમવા જશે. જે ટીમમાં હાર્દિક પરમાર, હરપાલ સોરઠીયા, હેત પટેલ, મેઘનાદ દેસાણી, રૂદ્ર પટેલ, વિરાજ ચકલાસીયા.
જીનીયસ ઈન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની અભિજ્ઞા જાની અન્ડર-14 લોનટેનીસમાં જીલ્લા કક્ષાએ પ્રથમ નંબરે વિજેતા થયેલ અને રાજય કક્ષાએરમવા જશે તથા અપૂર્વ ગોપાણી જીલ્લા કક્ષાએ ત્રીજા નંબરે વિજેતા થઈ રાજય કક્ષાએ રમવા જશે આ સાથે વિજેતા થયેલ તમામ વિદ્યાર્થીઓને જીનીયસ ઈન્ટરનેશનલ સ્કુલના મેનેજીંગ ડાયરેકટર દક્ષેશ એમ. માણીયા, પ્રિન્સીપાલ અનિષા દીવેચા, સ્પાર્ટસ કોચ વિપુલભાઈ ઝાપડીયાએ શુભેચ્છા પાઠવેલ.


Loading...
Advertisement