આ સ્માર્ટ ઓશિકુ બચાવી શકે છે આપની જીંદગી: હૃદયરોગના દર્દીઓ માટે આશિર્વાદરૂપ ઓશિકુ

07 September 2019 01:22 PM
Health Off-beat
  • આ સ્માર્ટ ઓશિકુ બચાવી શકે છે આપની જીંદગી: હૃદયરોગના દર્દીઓ માટે આશિર્વાદરૂપ ઓશિકુ

નવી દિલ્હી તા.6
માર્કેટમાં જાત જાતના ઓશિકા જોવા મળે છે પર વૈજ્ઞાનિકોએ એક એવું ઓશિકુ બનાવ્યું છે જે આપની જિંદગી બચાવી શકે છે! આ સ્માર્ટ ઓશિકુ એવા લોકોની જિંદગી બચાવવામાં મદદ કરે છે જેમને છાતીમાં સમસ્યા પેદા થવા પર પ્રાથમીક ચીકીત્સાની જરૂર પડે છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ ઓશિકુ એવા લોકોની જીંદગી બચાવવામાં મદદગાર બની શકે છે જેમનું હૃદય અચાનક ધડકવાનું બંધ કરી દે છે.
આ ઓશિકામાં એવા સેન્સર લાગ્યા છે જે કાર્ડીયાક એવરેસ્ટ સમયે છાતીમાં દબાણ ઓછા કે વધારે થયાની સૂચના આપી છે. આ ઓશિકાને છાતી પર રાખવામાં આવે છે જેથી તે છાતી પર પડનારા દબાણને ખરી રીતે માપી શકે.
ઓશિકામાં લગાવેલા સેન્સર એ બતાવવામાં મદદ કરે છે કે છાતી પર દબાણ ખરી રીતે પડી રહ્યું છે કે કે કેમ? ઉલ્લેખનીય છે કે જયારે કોઈને કાર્ડિયાક એરેસ્ટ થાય છે તો માથા પર દદબાણ જરૂરી હોય છે. આ ઓશિકુ નરમ સિલીકોન જેલથી ભરેલુ હોય છે અને એક બાજુથી કપડાથી સીવેલું હોય છે, જયાં સેન્સર લાગ્યા હોય છે. એનાથી છાતીનો મોટો હિસ્સો કવર થાય છે, જયારે કોઈ દબાણ થાય છે તો સેન્સર દબાણની માત્રાનોપતો લગાવે છે અને ઉપકરણ પર લાગેલી નાની ડિસ્પ્લે પર સૂચના આપે છે.


Loading...
Advertisement